________________
( [ શ્રીવિજ્યપધસૂરિકૃતતથા પહોળી) એવી ત્રસ નાડી આવેલી છે. આ ત્રસ નાડીની અંદર ત્રસ જીવે તથા સ્થાવર જ હોય છે અથવા ત્રસ જીવે તે આ ત્રસ નાડીમાં જ હોય છે અને તેથી તે ત્રસ નાડી કહેવાય છે. અને તે ત્રસ નાડીની બહાર એકલા સ્થાવર જીવો હોય છે. એ પ્રમાણે બીજા શ્રી અજિતનાથ પ્રભુએ દેશના દેતાં ત્રણ લેકનું સ્વરૂપ જણાવ્યું. ૩૪૨ ધર્મ ધ્યાનના ચાર ભેદેનું ધ્યાન કરનાર ભવ્ય જીવને થતા અપૂર્વ લાભની બીના બે શ્વેમાં જણાવે છે – ઈમ ભાવના સવિ લેકની કે તારા પ્રત્યેક ભાગની,
અશુભ ધ્યાન નિવારતી ક્ષાપશમિતાદિતણી; પાપ્તિ કરાવે અનુક્રમે પીતાદિ લેશ્યા નિર્મલી,
ઉત્તરેત્તર પ્રકટતી વૈરાગ્ય વર કરે વલી. ૩૪૩ સ્પષ્ટાર્થ–આ પ્રમાણે સર્વ લેકની અથવા તેના દરેક ભાગની ભાવના એટલે વિચારણા અશુભ ધ્યાનને (આર્ત તથા રૌદ્ર સ્થાનને) દૂર કરે છે. વળી લાપશમિક વગેરે એટલે ક્ષપશમ, તથા ઉપશમ, ક્ષાયિક સમકિતની (અથવા તે તે ભાવની પ્રાપ્તિ કરાવે છે. પહેલી કૃષ્ણ, નીલ, તથા કાપિત એ ત્રણ લેશ્યાઓ મલીન છે, તેથી ત્યાર પછીની પીતાદિ એટલે તેજે લેડ્યા, પદ્મ લેશ્યા અને શુકલ લેશ્યા અનુક્રમે અધિક અધિક નિર્મલ બનાવે છે અને જેમ જેમ આત્માની વિશુદ્ધિ વધતી જાય છે તેમ તેમ તે ઉત્તરોત્તર એટલે એક પછી એક પ્રગટ થતી જાય છે. અને તેવી ભાવના જીવને વૈરાગ્ય વીર બનાવે છે એટલે લકનું ધ્યાન કરનાર આત્માને નિશ્ચલ વૈરાગ્યવાળ બનાવે છે. ૩૪૩ વૈરાગ્યસંગિ ધર્મ ધ્યાને ભવ્ય જીવો પામતા,
અતીન્દ્રિય સ્વસંધ સુખને એમ નિશ્ચય ધારતા નિઃસંગ યોગી જેહ ધર્મધ્યાનથી તનુ ઍડતા,
સિદ્ધ ના હવે કદી રૈવેયકાદિક સુર થતા. ૩૪૪ સ્પષ્ટાર્થ :–વૈરાગ્યથી વાસિત ધર્મધ્યાનમાં રહેલા ભવ્ય જીવે અનીન્દ્રિય એટલે ઈન્દ્રિયથી અનુભવી શકાય નહિ તેવા, તેમજ સ્વસંવેદ્ય પિતેજ જેને અનુભવ કરે છે પરંતુ જેનું વર્ણન બીજાની આગળ કરી શકાતું નથી એવા સ્વસંવેદ્ય સુખને પામે છે એવું નિશ્ચચથી માને છે. નિ:સંગ એટલે જેમણે સર્વ સંગને (ઘર કુટુંબ દેલત વગેરેને) ત્યાગ ભાવથી કરે છે એવા સર્વ વિરતિ સાધુઓ જે ધર્મ ધ્યાનમાં રહીને શરીરને ત્યાગ કરે તે તેઓ કદાચ સિદ્ધ ના થાય તે પણ જૈવેયકાદિ એટલે નવ રૈવેયક દેવ અથવા અનુત્તરવાસી દેવ જરૂર થાય છે. ૩૪૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org