________________
[ શ્રી વિજયપતિવિમાનિક દેવનું મૂલ વૈક્રિય શરીર સાત હાથનું હોય છે અને તે સાત હાથનું શરીર સૌધર્મ તસ્થા ઈશાન દેવતાઓનું જાણવું. પછી અનુક્રમે બે બે દેવલેકમાં એક એક હાથ એછું ત્રણ વાર કરવું, એટલે ત્રીજા તથા ચેથા દેવલોકમાં છ હાથનું શરીર હોય છે. પાંછમા છઠ્ઠા દેવલેકમાં પાંચ હાથનું શરીર હોય છે અને સાતમા આઠમા દેવલેકમાં ચાર હાથનું શરીર હોય છે. ત્યાર પછી આનતાદિ ચતુષ્ક એટલે નવમા, દશમા, અગિઆરમા તથા બારમા દેવલોકમાં ત્રણ હાથનું શરીર હોય છે. નવ રૈવેયકમાં બે હાથનું શરીર અને પાંચ અનુત્તર વિમાનમાં દેવેનું એક હાથનું શરીર જાણવું. આ રીતે તે દેવના મૂલ શરીરનું ઉત્કૃષ્ટ પ્રમાણ જાણવું. ૩૩૮
અનુક્રમે તનુમાન યોજન લાખ ઉત્તરક્રિયે,
- ઉત્કૃષ્ટ તેમ જઘન્ય અંગુલસંખ્ય ભાગ ન ભૂલીએ; સંજ્ઞા દશે સંસ્થાને પહેલું ચઉ કષાયે માનીએ,
લેશ્યા ત્રણે શુભ કરણ પાંચે સમુદ્દઘાતે પાંચ એ. ૩૩૯ સ્પષ્ટાર્થ –એ પ્રમાણે ૩૩૮ મા લેકમાં કહ્યા પ્રમાણે મૂલ શરીરનું પ્રમાણુ જાણવું. તથા ઉત્તર વૈક્રિય ઉત્કૃષ્ટથી એક લાખ જન જેટલું જાણવું. અને જઘન્યથી ઉત્તર વૈકિય શરીર આંગલના સંખ્યામાં ભાગ જેટલું હોય છે એ વાત ભૂલવી નહિ. દેવતાઓને આહાર સંજ્ઞાદિ દશે સંજ્ઞાઓ હોય છે. વળી તેમને પહેલું સમચતુરન્સ સંસ્થાન હોય છે. પરંતુ તેમને સંઘયણ હોતું નથી. કારણ કે સંઘયણ હાડકાના સમુદાય રૂપ કહેલું છે અને દેના શારીરમાં હાડકાં હોતા નથી. પરંતુ શક્તિ આશ્રી શ્રી જીવાભિગમાદિમાં તેઓને પહેલું વાત્રાષભ નારાજ નામનું સંઘયણ કહ્યું છે. વળી તેમાં ક્રોધ, માન, માયા, લેભ એ ચારે કષા હોય છે. તેજે, પદ્ધ અને શુકલ એ ત્રણ શુભ લેસ્યાઓ, પાંચે ઈન્દ્રિયો તથા આહારક અને કેવલી સમુદ્દઘાત એ બે સમુઘાત વિના બાકીની વેદના સમુ, કષાય સમુ, મરણ સમુદ્ર, વૈકિય સમુ, અને તૈજસ સમુઘાત એ પાંચ સમુદ્દઘાત તે વિમાનિક દેવને જાણવી. ૩૩૯ દષ્ટિ દર્શન જ્ઞાન તિમ અજ્ઞાન ત્રણ ત્રણ ભાવીએ,
અગીઆર યોગ ઉપગ નવ ઉપપાત ચ્યવને ધારીએ; એક બે ત્રણ છે જઘન્ય ઇતર સંખે અસંખ્ય એ,
| વિરહ સમય મુહૂર્ત ચોવીશ જઘન્ય તિમ ઉત્કૃષ્ટ એ ૩૪૦ સ્પષ્ટાર્થ-આ દેવને વિષે દષ્ટિ, દર્શન, જ્ઞાન તેમજ અજ્ઞાન ત્રણ ત્રણ જાણવાં. સમકિતકષ્ટિ, મિશ્રદષ્ટિ અને મિથ્યાદ્રષ્ટિ એ ત્રણ દષ્ટિ જાણવી. કેવલ દર્શન વિના બાકીના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org