________________
૧૭૮
[ શ્રીવિજયપરિકૃતઅરિહંત કલ્યાણક દિને અgઈ ઉત્સવ અહીં કરે,
ભક્તિ સુખના અનુભવે સુર ઋદ્ધિના સુખવિસ્મરે, ૩૫ ૫દાર્થ –આ રાજધાનીઓના સુજાતા વગેરે ૩૨ નામો છે. અને તેને કમ પૂર્વ દિશાથી જાણવે. એટલે પૂર્વ દિશામાં સૌથી પ્રથમ સુજાતા રાજધાની તેની પછી સોમનસા નામની બીજી રાજધાની એ પ્રમાણે ૩૨ રાજપાનીઓ જાણવી. તે બત્રીસ રાજપનીઓના અનુક્રમે આ પ્રમાણે નામો જાણવા. સુજાતા, સૌમનસા, અર્ચિમાલી, પ્રભાકરા, પા, શિવા, શુચી, વ્યંજના, ભૂતા, ભૂતાવંતસિકા, ગેસ્તૃપા, સુદર્શન, અમલા, અપ્સરા, રેહિણી, નવમી, રત્ના, રત્નચયા, સર્વરત્ના, રત્નસંચયા, વસુ, વસુમિત્રિકા, વસુભાગા, વસુધરા, દત્તરા, નંદા, ઉત્તરકુરૂ, દેવકુર, કૃષ્ણ, કૃષ્ણરાજી, રામા, તથા રામરક્ષિતા. જિન કલ્યાણકના દિવસે સુરવરાદિક એટલે ઈન્દ્રો તેમના પરિવાર સાથે ભક્તિ ભાવપૂર્વક આ નંદીશ્વર દ્વીપમાં જિન ચેને વિષે અઠ્ઠાઈ મહોત્સવ કરે છે અને ભક્તિરસના સુખમાં એટલા લીન થઈ જાય છે કે તે વખતે સ્વના સુખને પણ તેઓ ભૂલી જાય છે. એ પ્રમાણે નંદીશ્વર દ્વીપની હકીક્ત ટૂંકામાં જાણવી. ૩૦૫ હવે બે શ્લોકમાં નંદીશ્વર દ્વીપથી આગળ આવતા કેટલાક દ્વીપ તથા સમુદ્રોનાં નામે જણાવે છેનંદીશ્વર દ્વીપની જ ફરતે જલધિ નંદીશ્વર અને,
અરૂણ દ્વિીપ અરૂણોદધિ તિમ અરૂણવર દ્વીપ છે અને અરૂણવર સાગર પછી શુભ દ્વીપ અરૂણાભાસ એ,
ઉદધિ અરૂણાભાસ કુંડલદીપ કુંડલ ઉદધિએ. ૩૦૬ સ્પષ્ટાર્થ:–આ આઠમા નંદીશ્વર દ્વીપની ફતો નંદીશ્વર નામને સમુદ્ર આવેલ છે. ત્યાર પછી નવમે અરૂણ દ્વીપ અને તેને ફરી અરૂણ સમુદ્ર આવેલ છે. તેને ફરતે દશમે અરૂણવર દ્વીપ આવેલ છે. ત્યાર પછી અરૂણવર સમુદ્ર આવેલ છે. ત્યાર પછી અગીયારમે અરૂણાભાસ દ્વીપ આવેલો છે. તેને ફરતે અરૂણાભાસ સમુદ્ર આવેલ છે. ત્યાર પછી બારમે કુંડલ દ્વીપ આવે છે અને તેને ફરતો વલયાકરે કુંડલ સમુદ્ર આવેલ છે. ૩૦૬ રૂચક દ્વીપ તિમ રૂચક સાગર એમ શુભ નામે કરી,
પૂર્વ પૂર્વથકી જ બમણ દુગુણ દ્વિીપ સાગર વલી; સર્વની છેવટ સ્વયંભૂરમણ સાગર જાણિયે,
અઢી દ્વિીપે કર્મભૂમિ પંચદશ ના ભૂલીએ. ૩૦૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org