________________
૧૯૦
- [ શોવિજયપધસૂરિકૃતતે મ્લેચ્છો જાણવા. તેમના યવન, શાક, શબર વગેરે અનેક પ્રકાર છે. ૨૪ હવે ત્રણ કે માં અંતર દ્વીપના મનુષ્યનું સ્વરૂપ વગેરે જણાવે છે –
હિમવંત ઉત્તરમાં ભારતની શિખર ઐરાવત દક્ષિણે,
ગિરિ બેઉ પૂર્વ સમુદ્રથી પશ્ચિમ જલધિ સુધી દીર્ઘ એ; પર્યતમાં બે તેમના દિશિ મુખ તરફ દાઢા કહી,
રણશિંગડાકારે થતી લવણબ્ધિની માંહે ગઈ ૨૮૫ ચાર દાઢા એકની ઈમ આઠ દાઢા બેઉની -
પ્રત્યેક પર દ્વીપ સાત ગણતાં હોય છપન્ન આઠની; અહીં યુગલિયા આઠસે ધન દેહ જાણે તેમને,
આયુ પલ્યાસંખ્ય ભાગે ભાવિ ભવ સમ સ્વર્ગ. ૨૮૬ સ્પષ્ટાર્થ:–અંતરી કયાં આવેલા છે તે જણાવે છે. ભરતક્ષેત્રની ઉત્તર દિશામાં હિમવંત પર્વત આવેલ છે. તથા અરવત ક્ષેત્રની દક્ષિણે શિખરી પર્વત આવેલું છે. એ બંને પર્વતે પૂર્વ તથા પશ્ચિમ દિશામાં સમુદ્ર સુધી લાંબા છે. અને તેમના બંને છેડાઓમાંથી સમુદ્રની અંદર રણશિંગડાના આકારે બબે દાઢાઓ નીકળેલી છે. એ પ્રમાણે એક પર્વતની ચાર દાઢા હેવાથી તે બને પર્વતની આઠ દાઢાઓ થાય છે. હવે દરેક દાઢાને વિષે સાત સાત અંતર દ્વીપ હોવાથી આઠને સાતે ગુણવાથી છપ્પન અંતર દ્વીપ થાય છે. આ અંતરદ્વીપને વિષે યુગલિયા મનુષ્ય રહે છે. આ મનુષ્યના શરીરનું ઉત્કૃષ્ટ પ્રમાણ ૮૦૦ આઠસે ધનુષ્યનું જાણવું. વળી તેમનું આયુષ્ય પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલું હોય છે. અને તેઓને ભાવિભવ એટલે આવતે ભવ દેવને હેય છે. કારણ કે યુગલિયા મરીને અવશ્ય દેવ જ થાય એવો નિયમ છે. અને ત્યાં તેમનું આયુષ્ય અહીંના આયુષ્ય જેટલું એટલે ઉત્કૃષ્ટથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલું અથવા તેથી ઓછું આયુષ્ય હોય છે. યુગલિયાના થનારા દેવ ભવના આયુષ્યને એ નિયમ છે કે અહીં તેમનું જેટલું આયુષ્ય હેય તેટલું અથવા તેનાથી ઓછું આયુષ્ય તેમનું દેવલેકમાં હોય. પરંતુ અહીંના કરતાં વધારે આયુષ્ય તેમનું દેવલેકમાં હેય નહિ ૨૮૫–૨૮૬
એકાંતરે આહાર ઈચ્છા અપત્ય કેરી પાલના,
દિવસ અડ્યાશી ગણ ભેદો વિષે ગર્ભજ તણા; યુગલિકપણાથી તેહ અંતરદ્વીપ માનવ ના મુણે,
ધર્મ તેમ અધર્મને ધારે ને તીવ્ર કષાયને ૨૮૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org