________________
* ૧૮
શ્રો દેશના ચિંતામણિ ભાગ બીજો]
અપાપા સૂરસેન ભંગી માસપુરીવર્ત દેશ એ,
કુણાલ શ્રાવસ્તી વલી લાટ વર્ષ વિચારીએ, ૨૮૨ સ્પાર્થડ–દશાર્ણ દેશની રાજધાની મૃત્તિકાવતી નગરી ગણાય છે. સિંધુ દેશની રાજધાની વીતભય પત્તન નામે નગર છે. અને સેવીર દેશની રાજધાની મથુરા નગરી જાણવી. સૂરસેન દેશની રાજધાની અપાપા નગરી તથા માસપુરીવર્ત દેશની ભંગી નગરી રાજધાની છે. કુણાલ દેશની રાજધાની શ્રાવસ્તી નગરી, અને લાટ દેશની રાજધાની કેટવર્ષ પુરી જાણવી. ૨૮૨ ક્ષેત્ર આર્યની બાકીની બીના પૂરી કરી જાતિ આયની બીના જણાવે છે – દેશ કેતક અર્ધ શ્વેતાંબી થકી તીર્થંકરા,
જન્મે અહીં ચકી તથા બલદેવ આદિ મહાનરા; ઇક્વાકુ આદિમાં થયેલા જાતિ આર્ય ન ભૂલીએ.
કુલકરાદિક પેઢીના કુલ આર્ય માનવ માનીએ. ૨૮૩ સ્પષ્ટાર્થ –કેતક દેશના અધ ભાગની રાજધાની વેતાંબી નગરી જાણવી. એ પ્રમાણે કુલ સાડી પચીસ આર્ય ક્ષેત્રે જાણવા. તીર્થકરે, ચક્રવર્તીએ, વાસુદે, પ્રતિ વાસુદેવ, બલદેવ વગેરે શલાકા પુરૂષો આ આર્ય ક્ષેત્રમાં ઉત્પન્ન થાય છે. ઈક્વાકુ, ઉગ્ર, જ્ઞાત આદિ ઉત્તમ વંશમાં જન્મેલા જાતિ આર્ય કહેવાય છે એ વાત ભૂલવી નહિ. કુલકર વગેરે એટલે ચક્રવર્તી વાસુદેવ બલદેવ વગેરેની પરંપરામાં ઉત્પન્ન થએલા તે કુલ આર્ય કહેવાય છે એમ જાણવું. ૨૮૩
શુભ કર્મથી નિર્વાહક કમર્ચ માનવ જાણિયે,
શિલ્પાર્ય કુંભારાદિ તિમ પૂજારિ આદિ માનીએ; શિષ્ટભાષાથી કહે વ્યવહાર ભાષાઆર્ય એ,
ધર્મનાજ અજાણ યવન પ્રમુખ સ્વેચ્છો ધારિયે. ૨૮૪ સ્પષ્ટાર્થ-શુભ કર્મ એટલે પૂજન કરવું, કરાવવું, શાસ્ત્રી ભણવાં, ભણાવવાં વગેરે તથા બીજા સારાં કાર્યોથી નિર્વાહકા એટલે આજીવિકા ચલાવનારા તે કર્માયે જાણવા. તથા શિલ્પાય તે કુંભારાદિક એટલે કુંભાર, વણકર, નાપિત (હજામ) તથા દેવળ પૂજારાદિક જાણવા. જેઓ વ્યવહારમાં શિષ્ટ ભાષા એટલે શુદ્ધ ભાષાને પ્રયોગ કરનારા છે તેઓ ભાષા આર્ય કહેવાય છે. એમ છ પ્રકારના આર્યો જાણવા. હવે મનુષ્યના બીજા પ્રકારમાં પ્લેઓ જાણવા, જેઓ પર્મના જ અજાણ છે. એટલે ઘર્મ ચીજ છે? તેને પણ જાણતા નથી ૨૨.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org