________________
શ્રી દશના ચિંતામણિ ભાગ બીજે ] અંતરદ્વીપની બીના વગેરે જણાવે છે –
અંતરદ્વીપ ક્ષેત્ર પાંત્રીશ સ્થાન મનુત્પત્તિના,
લબ્ધિ વિદ્યા સંહરણથી મેરૂગિરિ આદિ તણું; શિખર પર અઢી દ્વીપમાં બંને સમુદ્ર લાભતા,
તે નરા દ્વિીપાદિ ભેદે નામ જૂદા પામતા. ૨૭૮ સ્પષાર્થ –હવે મનુષ્યની ઉત્પત્તિનાં સ્થાન રૂ૫ ૫૬ અંતરીપે છે. તેનું ટૂંકું સ્વરૂપ આ પ્રમાણે જાણવું. ભરત ક્ષેત્રની ઉત્તરમાં આવેલ હિમવંત પર્વત તથા અરવત ક્ષેત્રની દક્ષિણમાં આવેલ શિખરી પર્વત એ બે પર્વતના પૂર્વ અને પશ્ચિમ છેડા લવ સમુદ્રને અડેલા છે. એ બે પર્વતના ચાર છેડામાંથી લવણ સમુદ્રની અંદર બે બે દાઢાઓ નીકળેલી છે. એટલે કુલ આઠ દાઢાઓ થઈ. અને દરેક દાઢા ઉપર સાત સાત અંતરદ્વીપ છે એટલે સાતને આડે ગુણતાં કુલ પ૬ અંતરદ્વીપ થાય છે. આ અંતરદ્વીપમાં યુગલિઆ મનુષ્ય વસે છે. એ પ્રમાણે પ૬ અંતરઢી તથા પૂર્વે કહેલા પાંચ ભરત વગેરે ૩૫ ક્ષેત્રે તથા ૫ દેવકુરૂ અને ૫ ઉત્તરકુરૂ મળી કુલ ૧૦૧ ક્ષેત્રમાં મનુષ્યની ઉત્પત્તિ જાણવી. આ મનુષ્યના ત્રણ ત્રણ ભેદે છે. ૧ ગર્ભજ મનુષ્ય પર્યાપ્તા, ૨ ગજ મનુષ્ય અપર્યાપ્તા, ૩ સંમૂછિમ અપર્યાપ્તા એ પ્રમાણે ત્રણ ભેદે છે. તેથી ૧૦૧ ને ત્રણે ગુણવાથી મનુષ્યના બધા મળીને ૩૦૩ ભેદ જાણવા. અઢી દ્વીપના બાકીના સ્થાનમાં તથા મેરૂ પર્વત આદિના શિખર ઉપર તેમજ બે સમુદ્ર વગેરે સ્થળે કેઈએ સંહરણ કરવાથી લબ્ધિના બળથી અથવા વિદ્યાના બળથી ગમનાદિ કરતા મનુષ્ય લાભે છે ખરા પણ મનુષ્યના જન્મ મરણ અઢી દ્વીપમાં જ થાય. અહીં પાદિના ભેદથી મનુષ્યના ભેદો જાણવા. જેમકે ભરત ક્ષેત્રમાં જન્મેલા મનુષ્ય ભરત ક્ષેત્ર મનુષ્ય કહેવાય વગેરે. ૨૭૮ મનુષ્યના ભેદ, સાડી પચ્ચીશ આર્ય દેશ વગેરે બીના જણાવે છે –
બે ભેદ આર્ય મ્લેચ્છ નરના ભેદ ષટ આતણા,
ક્ષેત્રાય ઉપજે કર્મભૂમિએ સાડી પચ્ચીશ દેશના; ભરતક્ષેત્રે આર્ય ભાખ્યા આર્ય દેશે નગરથી,
ઓળખાયા મગધદેશ પ્રસિદ્ધ રાજગૃહી થકી, ર૭૯ સ્પા –મનુષ્યના બે પ્રકાર છે. ૧ આર્ય. ૨ સ્વેચ્છ. તેમાં આર્યોના ૬ પ્રકારે છે. ૧ ક્ષેત્ર આર્ય, ૨ જાતિ આર્ય, ૩ કુળ આર્ય, ૪ કર્મ આર્ય, ૫ શિલ્પ આર્ય, અને ૬ઠ્ઠા ભાષા આર્ય. તેમાં પ્રથમ ક્ષેત્ર આર્યો પંદર કર્મભૂમિની અંદર ઉત્પન્ન થાય છે. તેમાં આ ભરત ક્ષેત્રની અંદર સાડી પચીસ દેશમાં ઉત્પન્ન થએલા ક્ષેત્ર આર્ય કહેવાય છે. આ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org