________________
. [ શોવિજય પવરિતપુષ્કરાર્ધમાં જાણવા. વળી વર્ષધર પર્વતે ત્રીસ છે. તેમાં ૬ વર્ષઘર પર્વતે જંબુદ્વીપમાં અને ૧૨ વર્ષપર પર્વતે ઘાતકી ખંડમાં તથા ૧૨ વર્ષ પર પર્વતે પુષ્કરામાં જાણવાં. પાંચ દેવમુરૂ અને પાંચ ઉત્તરકુરૂ મળી કુલ ૧૦ કુરુક્ષેત્ર છે. એક મહાવિદેહમાં ૩૨ વિજય છે અને કુલ પાંચ મહાવિદેહ હેવાથી બધા મળી એક સાઠ વિજય છે. પુષ્કરાઈ પર્વતને ફરતે વલયાકારે માનુષાર પર્વત આવેલ છે. ર૭૫ માનુષત્તરગિરિની બીના વગેરે જણાવે છે –
અઢી દ્વીપની બહાર વર્તલ નગર કિલ્લા સમ દીસે,
સત્તરસે એકવીશ ઉચે ચાર શત ત્રીસ ભૂમિએ; ઈગ સહસ બાવીશ નીચે સાત શત ત્રેવીસ એ,
મધ્યમાં વિસ્તાર ઉપરે ચારસો ચોવીશ એ. ૨૭૬
સ્પષ્ટાર્થ –હવે એ માનુષાર પર્વતનું વર્ણન કરે છેઅઢી દ્વીપની બહાર વલયાકારે ગેળ નગરના કિલ્લા સરખે આ પર્વત આવેલ છે. તેની ઉંચાઈ સત્તરસે એકવીસ જનની (૧૯૨૧) છે. અને ચારસે સવાત્રીસ યોજના જમીનમાં ઉડે છે. નીચે એક હજાર ને બાવીસ યોજનની તેની પહોળાઈ છે. અને મધ્યમાં સાતસો ને તેત્રીસ યોજન જેટલી તેની પહોળાઈ છે. તથા સૌથી ઉપર ચાર ને એવોસ યોજન જેટલી તેની પહોળાઈ છે. ૨૭૬ માનુષેત્તર નામની સાર્થક્તા વગેરે જણાવે છે –
બહાર એની મનુજના જન્માદિ કદિ હોતા નથી,
ત્યાં ગયેલા ચારણાદિક સાધુ પણ મરતા નથી; માનુષત્તર નામ તેથી હાર માનવ ક્ષેત્રની,
સત્તા ને બાદર અગ્નિ વીજળી મેધનદી કાલાદિની, ૨૭૭ સ્પષ્ટાથ –આ માનુષાર પર્વતની બહાર મનુષ્યનું જન્મ કે મરણ કદાપિ પણ થતું નથી. કારણ કે મનુષ્ય ક્ષેત્ર મૂકીને નંદીશ્વરાદિ દ્વીપને વિષે ચિત્યને વંદન કરવા ગયેલા વિદ્યાચારણ વગેરે મુનિએ પણ ત્યાં મરણ પામતા નથી. અને આથી જ કરીને આ પર્વતનું નામ પણ માનુષેત્તર પર્વત છે. અથવા તે મનુષ્યના જન્મ મરણ અઢી દ્વિીપ રૂપ મનુષ્ય ક્ષેત્રમાં જ થાય છે. પરંતુ તેની બહાર થતા નથી. વળી આ મનુષ્ય ક્ષેત્રની બહાર બાદર અગ્નિકાય હોતો નથી. તેમજ વીજળી, મેઘ, નદી તથા દિવસ અને રાત્રી થવા રૂપ કાલ વગેરે પણ લેતા નથી. ૨૭૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org