________________
શ્રી દેશના ચિંતામણિ ભાગ બીજો ]
૧૨૭
અને સ્ત્રીઓને એક દીનાર મળતા, ઉપરાંત રાંધેલું અન્ન ખાવા મળતું. તેથી તે સરોવરમાં બીજા મજુરોની સાથે તે પણ કુટુંબ સહિત મજુરી કરવા રહ્યો, અને પોતાના નિર્વાહ કરવા લાગ્યા. એક દિવસ ધના ઘેાડાપર ચઢીને તે તળાવ જોવા આવ્યા. ત્યાં મજુરોની સાથે કામ કરતું પોતાનુ કુટુબ જોઈને તે વિચાર કરવા લાગ્યા કે− અહા ! આ દૈવે શુ કર્યુ ?
गोभद्रो जनको यस्या, भद्रा यस्या जनन्यहो । शालिभद्रानुजा सेयं, शीर्षे वहति मृत्तिकाम् ॥ १ ॥
અ—“ જેના પિતા ગાભદ્ર છે, અને જેની માતા ભદ્રા છે, તે આ શાલિભદ્રની નાની અહેન મસ્તક ઉપર માટી વહન કરે છે, ”૧
આ પ્રમાણે વિચારીને ધનાએ અજાણ્યા થઇને તેમને પૂછ્યુ કે “ તમે કયાં રહે છે? અને કયાંથી આવ્યા છે ? ” ત્યારે શ્રેષ્ઠીએ લજ્જા સહિત પોતાના કુટુંબના સર્વાં વૃત્તાંત કહ્યો. પછી કહ્યુ કે “ હું જગતપાલક ! મારા કુટુબને છાશ વિના ગહુ અડચણ પડે છે તેથી છાશ આપવાની કૃપા કરો. ” ત્યારે ધનાએ કહ્યું કે—“ છાશ લેવાને માટે ખુશીથી તમારી વહુને મારે ઘેર મેાલજો. ” પછી હમેશાં ચારે વહુ તેને ઘેર છાશ લેવા માટે વારાફરતી જવા લાગી. એક દિવસ સુભદ્રાના વારા હોવાથી તે ગઇ, તેને ધનાએ પૂછ્યું કે “ હે ભદ્રે ! તુ કાણુ છે ? ” તે લજ્જાથી નીચું મુખ રાખીને ખેલી કે–“ તમે મને વારંવાર પૂછશેા નહીં. હું ગાભશેઠની પુત્રી અને શાલિભદ્રની બહેન છું. તમારા નામના એક શ્રેષ્ઠીના પુત્રને હું પરણી હતી, પરંતુ ઘરમાં કલેશ થવાથી તે મને તજીને કાઈક સ્થાને જતા રહ્યા છે. ” તે સાંભળી ધનાએ કહ્યું કે—“ હે ભદ્રે ! પતિના વિયેાગે તું શી રીતે રહી શકે છે? માટે તુ પતિત્રત છેડીને મારી સાથે ભેગ ભાગવ. ” તે સાંભળીને સુભદ્રા ખેલી કે—
गतियुगलकमेवोन्मत्तपुष्पोत्करस्य, त्रिनयनतनुपूजां वाथवा भूमिपातः ।
विमलकुलभवानामंगनानां शरीरं, पतिकरफरसो वा सेवते सप्तजिह ॥ १ ॥
અથ – “ ખીલેલા પુષ્પાની મેજ ગતિ હાય છે, કયાં તેા મહાદેવના શરીરની પૂજાના ઉપયાગમાં આવે છે અથવા તો ખરીને ભૂમિપર પડે છે; તેવીજ રીતે નિળ કુળમાં ઉત્પન્ન થયેલી સ્ત્રીઆના શરીરને પણ પોતાના સ્વામીના હાથના સ્પર્શ થાય છે અથવા તેા અગ્નિ તેનુ સેવન કરે છે. ” ૧
Jain Education International
આ પ્રમાણે ઘણી રીતે તેની પરીક્ષા કરતાં તેને ઢઢ શીળવાળી જાણીને ધનાએ પૂના સર્વ વૃત્તાંત તેને જણાવ્યા, એટલે સુભદ્રા તેમને પેાતાના ભોર તરીકે ઓળખીને લજ્જાથી નીચું જોઈ રહી. પછી ધનાએ તેને ઘરમાં મુખ્ય પદવી આપી સર્વાંની સ્વામિની કરી.
For Personal & Private Use Only
www.jainelibrary.org