________________
| [ શ્રી વિજયપારિત નરક જીવો પૂર્વે કરેલ પાપને પશ્ચત્તાપ કરે છે વગેરે બીન જણાવે છે – બળતા હદયથી ખેદ કરતા ભાન ભૂલીએ અમે,
પાપ કરતા ખુશ થઈને તાસ ફલ ઈમ પરિણમે ચેત્યા નહિ જે બંધ કાલે તેહ ફલ આ પામતા,
ચેતનારા સદ્દગતિ કે મેક્ષ સુખને સાધતા. ૨૦૧ સ્પષ્ટાર્થ –તે વખતે તે નારકીના છ બળતા હદયથી પશ્ચાત્તાપ કરે છે કે તે વખતે એટલે પાછલા ભામાં ખુશી થતાં અમે ભાન ભૂલીને એટલે કેઈ પણ જાતને વિચાર કર્યા સિવાય પાપનાં કામ કરતા હતા, તેનું આવા પ્રકારનું ફલ અમારે ભેગવવાનું આવ્યું છે. આથી સમજવું જોઈએ કે જેઓ બંધ કરતી વખતે ચેત્યા નહિ એટલે આવાં પાપ કાર્ય કરીએ છીએ તેનું કેવું દુઃખ ભેગવવું પડશે? એવી વિચારણા કર્મ બંધ વખતે કરી નહિ અને પાપ કાર્યો કર્યા, તેઓ આવા પ્રકારનાં દુઃખદાયી ફલને પામ્યા અને જેઓ ચેતીને એટલે પાપ કાર્યો દુઃખદાયી છે એવું સમજીને તેવાં કાર્યો કરતા નથી તેઓ દેવગતિ વગેરે સારી ગતિને અથવા મોક્ષ સુખને પામે છે. ૨૦૧ - નરકના દુઃખથી બચાવવા માટે પ્રભુદેવ ભવ્ય જીને હિતશિક્ષા ચાર હેકમાં જણાવે છે – આરંભ મોટા શીદ કરે મમતા ઘણી શાને ધરે,
માસ ભજન કિમ કરે પંચેન્દ્રિ વધ શીદને કરે; જે કરીશ એ ચાર વાનાં તે થઈશ તું નારકી,
ચાર છડી ચાર સાથે તે ન હવે નારકી. ૨૦૨ સ્પષ્ટાર્થ –કેવાં કેવા પાપ કાર્યો કરતાં ચેતવું જોઈએ તે જણાવે છે – હે જીવ! જેમાં અનેક પ્રકારના જીવોની હિંસા થાય તેવા મેટા આરંભના કાર્યો તું શા માટે કરે છે. વળી દ્રવ્યાદિકમાં તથા કુટુંબાદિકને વિષે તું ઘણી મમતા–મમત્વ-આસક્તિ શા માટે રાખે છે? અથવા એક દિવસ જેઓ તને છોડી જનારાં છે અથવા જેઓને તું છોડીને જવાને છે તેની ઉપર મમતા ન રાખવી જોઈએ. વળી તું ઘણું જીવોની હિંસાવાળું માંસનું ભેજન શા માટે કરે છે? અથવા માંસનું ભેજન અવશ્ય ત્યાગ કરવું જોઈએ વળી પંચે. ન્દ્રિય જીને વધ તું શા માટે કરે છે. આ ચારે વાનાં જે તું કરીશ તે તું નારકીમાં ઉત્પન થઈશ કારણ કે એ ચાર વસ્તુઓ નારકીમાં લઈ જવામાં હેતુરૂપ છે, એમ સમજીને આ ચારને ત્યાગ કરીને જે ચાર કારણેને એટલે દાન શીલ તપ અને ભાવ રૂ૫ ચાર પ્રકારના ધર્મને સાધે છે તેઓ નારકી થતા નથી. દષ્ટાંતથી મૂલ હકીકત યથાર્થ સમજાય છે, તેથી દષ્ટાંત સાથે દાનાદિની ટુંક બીને આ પ્રમાણે જાણવી. ૨૦૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org