________________
૫
શ્રી દશના ચિંતામણિ ભાગ બીજે ] પલાણ ઉતાર્યું, તેવામાં તે ઘડે સંધિઓ ત્રુટી જવાથી પૃથ્વી પર પડીને મરણ પામ્યા. રાજા સુધા અને તૃષાથી પીડ પામતે એકલે ભયંકર અટવીમાં ભમવા લાગ્યું. ભમતાં ભમતાં એક મોટું વડનું ઝાડ જોઈને રાજા થાકેલો હોવાથી તેની છાયામાં જઈને બેઠો. પછી તે આમ તેમ જુએ છે તેવામાં તેજ ઝાડની એક શાખામાંથી તેણે પાણીનાં ટીપાં પડતાં જોયાં. રાજાએ વિચાર્યું કે-“વષકાળમાં પડેલું જળ આટલા વખત સુધી શાખાના છિદ્રમાં ભરાઈ રહ્યું હશે, તે હાલમાં પડે છે.” એમ ધારીને પિતે તરસ્ય હોવાથી ખાખરાનાં પાદડાંને પડીઓ બનાવીને તેની નીચે મૂક્યો. થોડી વારે તે પડીઓ કાળા અને મેલા પાણીથી ભરાઈ ગયે. તે લઈને રાજા જેવામાં પીવા જાય છે તેટલામાં કઈ પક્ષી વૃક્ષની શાખા પરથી ઉતરી તે જળનું પાત્ર રાજાના હાથમાંથી પાડી નાંખીને પાછું વૃક્ષની શાખા ઉપર જઈને બેઠું. રાજાએ નિરાશ થઈને ફરીથી પડીઓ મૂકો તે ભરાઈ ગયે. તેને પીવા જાય છે, એટલે ફરીથી પણ તે પક્ષીઓ પાડી નાખે. ત્યારે રાજાએ ક્રોધ કરીને વિચાર્યું કે-“જે આ દુષ્ટ પક્ષી હવે ત્રીજી વાર આવશે તો તેને હું મારી નાંખીશ” એમ ધારીને એક હાથમાં ચાબુક રાખીને બીજા હાથે જળ ભરવા માટે પડીઓ મૂક, તે વખતે પક્ષીએ વિચાર્યું કે-“આ રાજા કે પાયમાન થયું છે તેથી હવે જો હું પડીઓ પાડી નાંખીશ તો જરૂર તે મને મારી નાંખશે અને જે નહીં પાડું તો આ ઝેરી પાણી પીવાથી તે અવશ્ય મરણ પામશે. તેથી માર મરવું તે શ્રેષ્ઠ છે, પણ આ રાજા જીવે તે સારૂં.” એમ વિચારીને તેણે ત્રીજી વાર પણ રાજાના હાથમાંથી પડીઓ પાડી નાંખે, એટલે કે પામેલા રાજાએ કેરડાના પ્રહારવડે તરતજ તે પક્ષીને મારી નાંખ્યું. પછી રાજાએ ફરીથી પડીઓ મૂકો. તે વખતે ઉપરથી પડતું જળ આડું અવળું પડવા માંડયું; એટલે રાજા આશ્ચર્ય સહિત ઉઠીને વૃક્ષની શાખા પર ચડી જુએ છે, તે તે વૃક્ષના કેટ૨માં એક અજગરને પડે છે. તેને જોઈને રાજાએ ધાર્યું કે “તે જળ નથી, પણ આ સુતેલા અજગરના મુખમાંથી ગરલ પડે છે. જે મેં તે પીધું હતું તે અવશ્ય મારૂં મરણ થાત. અહે ! એ પક્ષીએ મને વારંવાર ઝેર પીતાં અટકા, પણ મૂર્ખાએ તે જાયું નહી. અરેરે! પરમે પકારી પક્ષીને મેં ફેગટ મારી નાંખ્યું.”
આ પ્રમાણે રાજા પશ્ચાત્તાપ કરતે હતું, તેવામાં તેનું સન્ય આવી પહેચ્યું. પછી તે પક્ષીને પિતાના માણસ પાસે ઉપડાવી પિતાના નગરમાં લાવીને ચંદનના કાષ્ટવડે તેને અગ્નિસંસ્કાર કરાવ્યો, અને તેને જલાંજલિ આપીને રાજા પોતાના મહેલમાં ગયો. ત્યાં શકાતુર થઈને બેઠે, એટલે મંત્રી સામંત વિગેરેએ રાજાને પૂછયું કે–“હે નાથ! આ પક્ષીનું આપે પ્રેત કાર્ય કર્યું તેનું શું કારણ?” ત્યારે રાજાએ તેણે કરેલે મહા ઉપકાર કહી બતાવ્યો અને કહ્યું કે “તે પક્ષીને જીવન પર્યત હું ભૂલી શકીશ નહિ.” વિચાર્યા વિના કાર્ય કરવાથી જેમ તે રાજાને પશ્ચાત્તાપ થયે, તેવી રીતે કોઈ પણ પ્રાણી વિચાર કર્યા વિના સહસા કાર્ય કરે તે તેને તે પશ્ચાત્તાપ થાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org