SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ [[ બી વિજયપકૃિતજેમ આ રાજાએ વગર વિચારે કાર્ય કર્યું તેમ બીજાએ કરવું નહિં તેવું આ દાંતનું તાત્પર્ય છે. અહીં તેના ઉપનયની યોજના આ પ્રમાણે કરવી-“અત્યંત દુર્લભ આમ્રવૃક્ષ સદશ મનુષ્ય જન્મ પામીને અજ્ઞાન તથા અવિરતિવડે કરીને જે મૂઢ પુરૂષ પિતાને મનુષ્ય ભવ વ્યર્થ ગુમાવે છે તે વારંવાર અત્યંત શેક પામે છે. કદાચિત્ દેવના સાન્નિધ્યથી તેવા સદવૃક્ષની પ્રાપ્તિ તે ફરીને થઈ શકે છે, પણ મુગ્ધપણાથી વૃથા ગુમાવેલ મનુષ્યભવની પ્રાપ્તિ ફરીથી થઈ શકતી નથી. માટે કિંચિત પણ પ્રમાદ કરો નહિં. હે પ્રાણી! જેમ પતંગીયું, ભ્રમર, મૃગ, પક્ષી, સર્પ, માછલું અને હાથી વિગેરે ઇન્દ્રિયેના વિષયને આધીન થવાથી પિતાના પ્રમાદથી જ મૃત્યુ પામે છે અને સિંહ વગેરે પ્રાણીઓ માંસલુબ્ધપણથી પાંજરે પડે છે, અને બંધનના દુઃખ પામીને ચિરકાળ પર્યત શાકજનક દશાને ભેગવે છે, તેમ તું પણ જે પ્રમાદમાં પડીશ તે તેવીજ દશા પામીશ. હે મૂઢ જીવ! પ્રથમ પણ પાપ કરવાથી જ દુઃખના સમૂહમાં પડેલો છે, અને ફરીથી પણ પાછો પાપજ કર્યા કરે છે, તેથી મહાસાગરમાં ડૂબતાં માથે અને કંઠે પથ્થર બાંધ્યા જેવું કરે છે. તે જીવ! તને વારંવાર ઉપદેશ આપીએ છીએ કે, તું દુઃખથી ભય પામતો હોય, અને સુખની ઈચ્છા રાખતા હોય તે એવું કાર્ય કર કે જેથી તારૂં વાંછિત સિદ્ધ થાય તેમ કરવાને તારે આજ અવસર છે. હે જીવ! તું ધન, સ્ત્રી, સ્વજન, સુખ અને પ્રાણને પણ તજી દેજે, પણ એક જૈનધર્મને તજીશ નહીં. કેમકે ધર્મથી જ સર્વ સંપત્તિઓ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે વિચારીને સ&િયામાં પ્રવર્તન કરવું. પક્ષીની હિંસા કરનાર રાજાનું દૃષ્ટાંત આ પ્રમાણે– આ ભરતક્ષેત્રમાં શત્રુંજય નામે એક રાજા હતા. તેની પાસે કઈ એક પુરુષે ઉત્તમ લક્ષણવાળે એક અલાવીને ભેટ કર્યો. તેને જોઈને રાજાએ વિચાર્યું કે-“ આ અશ્વ શરીરની શોભાથી પ્રશંસા કરવા લાયક છે, પરંતુ તેની ગતિ જેવી જોઈએ.” કહ્યું છે કે जवो हि सप्तेः परमं विभूषणं, नृपांगनायाः कृशता तपस्विनः । द्विजस्य विद्यैव मुनेरपि क्षमा, पराक्रमः शस्त्रबलोपजीविनः ॥ १॥ અર્થ –અશ્વનું શ્રેષ્ઠ ભૂષણ ગતિ છે, રાજપત્ની તથા તપસ્વી પુરુષનું ભૂષણ કુશપણું છે, બ્રાહ્મણનું ભૂષણ વિદ્યાજ છે, મુનિનું ભૂષણ ક્ષમ છે અને શસ્ત્રવિદ્યાના બળથી આજીવિકા કરનાર પુરુષનું ભૂષણ પરાક્રમ છે. ૧ પછી તે રાજા ઘડા પર ચઢીને અરણ્યમાં તેને દોડાવવા લાગે એટલામાં તે પવનવેગી ઘોડે એ દેડો કે તેનું સર્વ સૈન્ય પાછળ રહી ગયું. રાજા જેમ જેમ તેના વેગને રોકવા માટે તેની લગામ ખેંચે તેમ તેમ તે અશ્વ વધારે વધારે દોડવા લાગ્યું. પછી રાજાએ થાકીને લગામ ઢીલી મૂકી કે તરત જ તે અશ્વ ઉભો રહ્યો. ત્યારે રાજાએ જાણ્યું કે આ અશ્વને વિપરીત શિક્ષા (કેળવણી) આપી છે. પછી રાજાએ અશ્વ પરથી ઉતરીને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005484
Book TitleDeshna Chintamani Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy