________________
શ્રી જોશના ચિંતામણિ ભાગ બીજો ] આ સૂત્રને અર્થ પૂ, શ્રી સુધર્માસ્વામિએ મૃગાપુત્રાશ્ચયન વગેરે ૧૦ અધ્યયનમાંના પહેલા મૃગાપુત્ર અધ્યયનમાં મૃગાપુત્ર પૂર્વભવે કરેલા પાપના ફલ આ ભવમાં ભગવ્યા તે બીના જણાવી તે ટુંકામાં આ પ્રમાણે મગાપુત્રનું સ્વરૂ૫– તેને ભેંયરામાં રાખ્યું હતું, કારૂણ્યવૃત્તિએ (દયાજનક સ્થિતિમાં) તે જીવન ગુજારનારે જન્મ આંધળો હતે. વિજય ક્ષત્રિયનું નીકળવું, જાવંધ આવ્ય, જાત્યંધના પ્રશ્નમાં મૃગાપુત્રનો બીના જણવી, તેને જેવા શ્રી ગૌતમ સ્વામી ગયા, તેમણે મૃગાપુત્રની માતાને થરામાં રહેલ મૃગાપુત્રને જેવાની ઈચ્છા જણાવો. ભેજનની ગાડી લઈને તેની માતા આવી તેણીએ પૂજ્ય શ્રી ગૌતમસ્વામીને મુખ નાક બંધ કરવા સૂચના કરી, તેનું કારણ એ હતું કે ભયરામાં રહેલા મૃગાપુત્રના શરીરની દુર્ગધ બહુજ ઉછળતી હતી. તે સહન ન થઈ શકે તેવી હતી તેની ખરાબ અસર ન થાય આ મુદ્દાથી મૃગારાણુએ શ્રી ગૌતમસ્વામીને મુખ નાક બંધ કરવાની સુચના કરી હતી. સેંયરામાં જઈ શ્રીગૌતમ સ્વામીએ મૃગાપુત્રના આહારાદિ જેવા, સાથે નારકીને જેવી તેની હાલત પણ જોઈ, શ્રી ગૌતમસ્વામીએ આ બીના પ્રભુશ્રી મહાવીર દેવને જણાવી, તેને પૂર્વભવ પછ. જવાબ દેતાં પ્રભુએ જણાવ્યું કે-જેના તાબામાં ૫૦૦ ગામ છે, એવો ઈક્કાઈ નામને રાઠોડ શતદ્વાર નગરની નજીક આવેલા વિજયવર્ધમાન નામના ખેટ (ગામ)માં રહેતા હતા, તે ધનવાન હતા, ને બહુજ અધમી હતે પ્રજાની ઉપર નવા નવા કરવેરા વગેરે નાંખી પ્રજાને કનડતા હતા. આ કરેલા હિંસાદિ પાપને ઉદય થતાં તેને શરીરમાં સેલ રેગ થયા, તેને મટાડનાર વૈદ્યની તપાસ કરવા ગામમાં ઉષાણા કરાવી. તેલ વગેરે ચોળતા છતાં પણ વેદના ઓછી થઈ નહિ, રીબાઈને ૨૫૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ થતાં રત્નપ્રભા નામે પહેલી નરકમાં નારકી થયે, હે ગોતમ ! ત્યાંનું આયુધ્ય પૂર્ણ થતાં અહીં મૃગાપુત્ર પણે માતાના ગર્ભમાં આવ્યું, તેને અનિષ્ટ લાગે, ગભ. પાતાદિ કરવા માટે માતાએ ઉપાયો કર્યા, છતાં તેમાં તે નિષ્ફલ નીવડી. પ્રભુએ મૃગાપુત્રની નાડી આદિનું સ્વરૂપ જણાવ્યું. જન્મ થતાં પુત્રને જોઈને માતા હીની, તેના પતિએ કહ્યું કે પુત્રને ભેંયરામાં રાખીને સાચવે. હે ગૌતમ ! અહીંનું આયુષ્ય પૂર્ણ કરી સિંહાદિ રૂપે સંસારમાં ભમશે, છેવટે સુપ્રતિષ્ઠ નગરે જન્મ લઈ દીક્ષા પાલી સૌધર્મ દેવલોકે દેવ થઈ મહાવિદેહે સિદ્ધ થશે.
૨ બીજા ઉજિઝત નામના અધ્યયનમાં કહ્યું છે કે-વાણિજય ગામમાં સુધર્મ નામના યક્ષનું મંદિર છે, અહીંના મિત્ર નામે રાજાને શ્રી નામે રાણી છે અહીં કામધ્વજ નામે ગણિકા (વેશ્યા) રહે છે, તેનું વર્ણન જણાવ્યું છે, અહીં વિજયમિત્ર સાર્થવાહને ઉજિઝતક નામે પુત્ર હતો, જ્યારે શ્રી ગૌતમ સ્વામી ગોચરી નીકળ્યા, ત્યારે ઉજિઝતકના હાથ બાંધીને સિપાઈયો તલતલ જેવા શરીરના ટુકડા કરે છે, તેણે કરેલે ગૂને પ્રજાને જણાવે છે. આ બનાવ જોઈને શ્રી ગૌતમસ્વામીએ પ્રભુને ઉજિઝતકને આવું દુખ પડવાનું કારણ પૂછ્યું. જવાબમાં પ્રભુએ કહ્યું કે- હે ગૌતમ! હસ્તિનાપુર નગરમાં સુનંદ નામે એક મનુષ્ય રહેતા હતા, ત્યાં ગમંડપ હતું, જે સ્થલે ગાયે બેસે તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org