________________
શ્રી દેશનાચિંતામણિ ભાગ બીજે]. રાગાદિના જુલ્મ થકી બચવા હૃદયમાં ચાહતા,
જીવ તેના સાધનો ન વિચારતા નહિ બેલતા જોતાં નહિ સુણતાં નહી મરતા છતાં ના સેવતા,
શ્રેષ્ઠ સાધન ગ ભાવી ઝટ ત્રિદોષ નિવારતા. ૧૬૨ સ્પષ્ટાથે--આ અપાય વિચય નામનું ધર્મ ધ્યાન કરનાર ભવ્ય જીવે રાગાદિક જે અપાયે, તેના જુલમથી બચવાને હૃદયમાં ઈચ્છા રાખે છે, તેથી તે છે તેના સાધનેને વિચાર કરતા નથી. તે વિષે બોલતા નથી. તે તરફ જોતાં નથી. તેને સાંભળતાં નથી. તેમજ મરવાનું પસંદ કરે, પણ તેનું સેવન કરવાનું પસંદ કરતા નથી. તથા સંયમ વગેરે શ્રેષ્ઠ સાધનની સેવા કરીને જલ્દી ત્રિદેષ (રાગદ્વેષ-મેહથી થએલ ઉન્માદ દશા)ને દૂર કરે છે. ૧૬૨ હવે ત્રીજા વિપાક વિચય નામના ધર્મ ધ્યાનનું સ્વરૂપ ૧૨ લોકેમાં જણાવે છે – જેહ ફલ કૃત કર્મના તેહી વિપાક વિચારીએ,
શુભ અશુભ બે ભેદ અનુભવ તસ વિચિત્ર ન ભૂલીએ; દ્રવ્ય ક્ષેત્રાદિક જનિત તે પુષ્પમાલાદિક તણા,
ઉપભેગથી શુભ ને વિપાક અશુભ બલે સર્પાદિના, ૧૬૩ સ્પષ્ટાર્થ –હવે ધર્મધ્યાનના ત્રીજા વિપાક વિચય નામના ભેદનું સ્વરૂપ જણવતાં પ્રથમ વિપાકને અર્થ સમજાવે છે –કરેલા કર્મનું જે ફલ અથવા કરેલા કર્મના ઉદયથી જે સુખ દુઃખને અનુભવ છે તે વિપાક કહેવાય છે. તે વિપાક શુભ અને અશુભ એમ બે પ્રકારે છે. વળી દ્રવ્ય ક્ષેત્ર વગેરેથી તેને અનુભવ વિચિત્ર પ્રકારને થાય છે. તે દષ્ટાન્તપૂર્વક સમજાવે છે. પ્રથમ તે વિપાકમાં કારણભૂત દ્રવ્યને લઈને જે અનુભવ થાય તે ૧ વ્યવિપાક કહેવાય. ક્ષેત્રને લીધે જે અનુભવ થાય તે ૨ ક્ષેત્રવિપાક કહેવાય. કાલ નિમિતે જે કર્મ ફલ ભેગવાય તે ૩ કાલવિપાક અને ભાવ અથવા મનના પરિણામ દ્વારા જે વિપાક (કર્મના ફલને અનુભવ) તે ૪ ભાવ વિપાક કહેવાય. અને ભવની મુખ્યતાને લીધે જે વિપાક તે ૫ ભવવિપાક કહેવાય. એમ પાંચ પ્રકારે વિપાકનાં કારણો જાણવાં. તેમાં પ્રથમ દ્રવ્ય વિપાક શુભ અને અશુભ એમ બે પ્રકારે કહ્યો છે. તેમાં પુપની માલા, સુંદર ભેજન વગેરેના ઉપભોગથી શુભ દ્રવ્ય વિપાક કહેવાય છે અને સર્પ કરડે, અગ્નિમાં પડે, ઝેર ખાય, વગેરેના નિમિત્તે અશુભ દ્રવ્ય વિપાક જાણ. ૧૬૩
એહ દ્રવ્ય વિપાક મહેલ વિમાન ઉપવન આદિમાં,
વાસાદિથી શુભ જંગલે અટવી વિષે શમશાનમાં
૧૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org