________________
શ્રી દેશનાચિંતામણિ ભાગ બીજો ] વગેરે પ્રમાણથી સિદ્ધ એવું તે જિન વચન છે. વળી પૂર્વાપર વિરોધ વિનાનું છે, એટલે જે વચને ઉલટાં સુલટાં ન હોય તે વચને પૂર્વાપર વિરોધ વિનાના જાણવા. ૧૨ અંગ ૧૨ ઉપાંગ તેમજ પ્રકરણ વગેરે શાસ્ત્ર રૂપ નદીઓના સમુદ્ર જેવું તે છે. અનેક અતિશય રૂપી લક્ષમીથી શોભાયમાન અને દુર્ભવ્ય એટલે જે જીવોને સમકિતની પ્રાપ્તિ ઘણી દૂર છે એવા જીવને દુર્લભ અને મોક્ષે જવાને યોગ્ય ભવ્ય જીવોને સહેલાઈથી મેળવી શકાય તેવું ગણિ પિટક રૂપ તે જિનવચન છે એમ જાણવું. ૧૫ જેને પ્રશંસે નિત્ય નર સર તે વચન અનુસારથી,
સદસત્પદાર્થતણું પ્રતીતિ થીર ગુરૂગમ યોગથી; આજ્ઞાવિચય શુભધ્યાન એ છે સત્પદાર્થ સ્વરૂપથી,
કવ્યાદિ નિત્યાનિત્યધમી ને અસત્પર રૂપથી. ૧૫૨ સ્પષ્ટાર્થ-જે અરિહંત ભગવંતેના વચનો રૂપી આગમને મનુષ્ય તથા દેવતાઓ પણ હંમેશાં વખાણે છે, તે વચનને અનુસારે સદગુરૂના સમાગમના વેગથી એટલે તે સમજાવે, તે પ્રમાણે પદાર્થો કઈ અપેક્ષાએ સત્ કહેલાં છે? અને કઈ અપેક્ષાએ અસત કહેલાં છે, તેની થીર પ્રતીતિ એટલે સચોટ જ્ઞાન થાય તે આજ્ઞા વિચય નામનું શુભ ધ્યાન (ધર્મ, ધ્યાન) જાણવું તેમાં સ્વધર્મની અપેક્ષાએ પદાર્થો સત્ જાણવા અને પરધર્મની અપેક્ષાએ અસત્ જાણવાં. વળી દ્રવ્યાદિ નિત્યાનિત્ય ધમી એટલે દ્રવ્યની અપેક્ષાએ પદાર્થો નિત્ય જાણવા અને પર્યાયની અપેક્ષાએ અનિત્ય જાણવાં. ૧૫ર જિન વચન રૂપ આણ પુણ્ય સાધતા મન ઉલ્લસે,
જીવ અનંતા મુક્તિ પામ્યા પામતા ને પામશે; જિન વચનથી જે થયું ના તે ને હવે અન્યથી,
જિનવચન મલજો ભવિભાવજે ઈમ રંગથી. ૧૫૩ પદાર્થ –પુણ્યના ઉદયથી આ જિનેશ્વરનાં વચને રૂપી આજ્ઞાને મનના ઉલાસથી સાધીને અનંત જીવો મેક્ષમાં ગયા છે, જાય છે અને જશે. જિનેશ્વરનાં વચનથી જે કાર્ય થયું નથી તે બીજાથી બની શકતું નથી માટે ભવે ભવ મને જિન વચનની પ્રાપ્તિ થશે, એમ બહુમાનથી ભાવના ભાવજે ૧૫૩ નિજગુણ રમણતા હર્ષ આપે જિનવચન ધ્યાવતા,
ધન્ય તે કૃતાર્થ ભણતા જે ભણાવે ખૂશ થતા, આજ્ઞા વિચય ધ્યાન સ્વરૂપી રવિ અબેધ વિણસતે;
હૃદયપદ્મ વિકાસકારી પ્રથમ સુખને આપતિ. ૧૫૪ સ્પષ્ટાર્થ – જિનેશ્વરના વચને નિજ ગુણ રમણતા એટલે આત્માના ગુણે જે જ્ઞાન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org