________________
[ શ્રી વિજયપદ્યસૂરિકૃત નામનું ધર્મધ્યાન અને ૪ થું સંસ્થાના વિચય નામનું ધર્મધ્યાન એમ ચાર પ્રકારે ધર્મ ધ્યાન જાણવું. ૧૪૮ આજ્ઞાવિચય ધ્યાનનું સ્વરૂપ ૬ કલાકમાં જણાવે છેભેદ ચઉ તસ મૂલથી ક્ષય દ્વેષ રાગાદિક તણે,
આપ્તિ તે જસ, આપ્ત કેરા વચન આજ્ઞા તેહને બે ભેદથી વિસ્તાર આગમ રૂપ આજ્ઞા અર્થને,
શબ્દથી જ કહે પ્રમાણે હેતુવાદાશા અને. ૧૪૯ સ્પષ્ટાથે--આગલી ગાથામાં કહ્યા પ્રમાણે તે ધર્મ ધ્યાનના ચારભે જાણવા. તેમાંના પ્રથમ ભેદ આજ્ઞા વિચયને અર્થ આ પ્રમાણે જાણત-દ્વેષ તથા રાગ વગેરેને મૂલથી જે ક્ષય થવે તે આપ્તિ જાણવી. આ આપ્તિ જેમને પ્રાપ્ત થઈ તે આપ્ત કહેવાય છે. આવા આસ પુરૂષના જે વચને તે આજ્ઞા કહેલી છે. આ આજ્ઞાના બે ભેદ છે-૧ આગમ રૂપ આજ્ઞા અર્થને એટલે પદાર્થોને શબ્દથી જણાવે છે. ૨ હેતુવ દાસા એટલે જે અર્થોને એટલે પદાર્થોને બીજા પ્રમાણે દ્વારાએ સિદ્ધ કરે તે હેતુવાદ રૂપ આજ્ઞા કહેવાય. એવી રીતે બે પ્રકારે આજ્ઞા વિચય નામે ધર્મધ્યાનનો પહેલે પ્રકાર કહ્યો. ૧૪૯ જે સ્થલે આગમ ઘટે ત્યાં આગમાર્થ વિચારિયે,
હેતુવાદ ઘટે તિહાં હેતુ પ્રમાણ વિમાસિયે; નિર્દોષ કારણ જન્ય અર્થ પ્રમાણુ સાચા માનીયે,
રાગાદિ હીન અરિહંતના વચન પ્રમાણ વિનિશ્ચયે. ૧૫૦ સ્પદાર્થજે જે સ્થળે આગમ ઘટતું હોય ત્યાં ત્યાં આગમ પ્રમાણથી અર્થને વિચાર કર. જેમકે અતીન્દ્રિય નિગોદે અને તેના જીવો અને તેનું સ્વરૂપ આગમમાં કહ્યા પ્રમાણે માનવું. કારણ કે તેમાં હેતુવાદ ઘટી શકતું નથી. વળી જ્યાં હેતુવાદ-કારણની યુક્તિથી અર્થની સિદ્ધિ થાય છે ત્યાં હેતુવાદ અંગીકાર કર. દૂષણ રહિત કારણથી જેની સિદ્ધિ થાય તે અર્થ લક્ષણથી પ્રમાણ કહેવાય, તેને સાચા માનવા. અહીં રાગ વગેરે દેથી રહિત શ્રી અરિહંત ભગવાનનાં વચને પ્રમાણ છે એમ નકકો માનવું. ૧૫૦ નય પ્રમાણે સિદ્ધ પૂર્વાપર વિધ જિહાં નહી,
અન્ય વચને નહિ તિરસ્કૃત જિનવચન એવું સહી અંગાદિ શાસ્ત્ર નદી સમુદ્ર, અનેક અતિશય શોભતું;
દુર્ભવ્ય દુર્લભ ગણિપિટકરૂપ ભવ્યને જ સુલભ થતું. ૧૫૧ સ્પષ્ટાર્થ-જિન વચન કેવું છે તે જણાવતાં કહે છે કે તે નય અને પ્રમાણે કરીને સાબીત થયેલું છે. અહીં પદાર્થના એક ધર્મનું જે જ્ઞાન તે નય કહેવાય છે. તેમજ આગમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org