________________
૩
શ્રી દેશનાચિંતામણિ ભાગ બીજે ] પ્રકારની વિચારણા કરી શકાય છે. તેમાં મનથી જે બેટી વિચારણા અથવા દુર્ગાન કરાય તે તે અશુભ કર્મ બંધનું કારણ થતું હોવાથી તેવું મન વખાણવા લાયક નથી. પરંતુ
જ્યારે મન વડે સારી વિચારણું અથવા શુભ ધ્યાન કરાય છે, ત્યારે તે લાભદાયી હોવાથી વખાણવા લાયક છે. તેમાં પણ જ્યારે આપના ગુણેની વિચારણા થાય ત્યારે તે મને વધારે ઉત્તમ અથવા શ્રેષ્ઠ ગણાય કારણ કે તેવી વિચારણાથી ઘણું અશુભ કર્મોને નાશ થવા રૂપ નિર્જરા થાય છે. વળી તે વખતે જે ન બંધ થાય તે પણ શુભ કર્મોને અથવા પુણ્યને થાય છે. તેવી રીતે જે જીભથી આપના ગુણનું સ્તવન કરાય તે જીભ પણ હું ધન્ય માનું છું. કારણ કે જીભ વડે પણ ઘણું પ્રકારનાં અશુભ વચને પણ બોલાય છે જેથી કરીને બીજા જીવેને દુઃખ થાય છે. અને બેલનારને પાપ કર્મ બંધાય છે. માટે જીભથી આપના ગુણેની સ્તુતિ કરવી તે લાભદાયી હોવાથી હું તે જીભને પણ ધન્ય માનું છું. વળી તે નયણાં એટલે આંખેને પણ ધન્ય છે, કે જે આંખેથી હંમેશાં આપનાં દર્શન કરાય છે. આંખોને નાટક સીનેમા વગેરે જોવામાં ઉપયોગ કરે તે તેને દુરૂપયોગ છે અને તેથી નુકસાન થાય છે. પરંતુ તેજ આંખે તમારા દર્શનમાં જોડાય ત્યારે હું તે આંખેને ધન્ય માનું છું, કારણ કે તેથી જીવને વીતરાગ દશાને અનુભવ વગેરે અનેક પ્રકારના લાભ થાય છે. માટે નિજ ગુણાનંદી એટલે પિતાના ગુણો જે જ્ઞાન, દર્શન, ચારિત્ર તેમાંજ આનંદ મેળવનાર અથવા રમણતા કરનાર હે જિનેશ્વર દેવ! મને જલ્દી આ સંસાર રૂપી સમુદ્રમાંથી તારજો. અહીં જન્મ જરા મરણ રૂપી જલને ધારણ કરવાથી તથા કષાયાદિ જલચર હેવાથી સંસારને સમુદ્રની ઉપમા આપી છે. ૧૪૩ સમવસરણમાં કોણ કયા ગઢમાં બેસે છે તે જણાવે છે – ઈમ થણને ઈદ્રની પાછળ વિનયથી બેસતા,
તાસ પાછળ શેષ જન છેલ્લા ગઢે સૈ બેસતા સર્પાદિ બીજા ગઢ વિષે બેઠા ધરીને મિત્રતા,
વાહને ત્રીજા ગઢ સિંહાસને પ્રભુ દીપતા. ૧૪૪ સ્પષ્ટાર્થ –એ પ્રમાણે પ્રભુની સ્તુતિ કરીને તે સગર ચક્રવતી વિનય પૂર્વક ઈન્દ્રની પાછળ બેસે છે તેમની પાછળ બાકીના મનુષ્ય પણ તે અંદરના ગઢની અંદર ઉચિત
સ્થાને બેસે છે. બીજા ગઢની અંદર સર્પ વગેરે એટલે હાથી સિંહ વાઘ વગેરે પિતાના જાતિ વેરને પણ છેડી દઈને મિત્રતા ધારણ કરીને બેસે છે. એટલે પ્રભુને જ એ મહિમા છે કે જેમના પ્રભાવથી કુદરતી વૈર રાખતા એવા તિર્યચે પણ તેમના તે જાતિવેરને છોડી દે છે, અને મિત્ર હોય તેમ એક બીજાની જોડે બેસે છે. ત્રીજા એટલે સૌથી બહારના ગઢને વિષે પ્રભુને વંદન કરવા આવનાર દેવોના તથા રાજાઓના વાહને રાખવામાં આવે છે. તથા પ્રભુ સિંહાસન ઉપર બેસે છે. ૧૪૪
૧૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org