________________
શ્રી દેશના ચિતામણિ ભાગ બીજે ]
૬૭ પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દઈને નમસ્કાર કરીને અગ્નિ ખૂણામાં બેસે છે. સૌથી આગળ સાધુઓ બેસે છે. તેમની પાછળ વૈમાનિક દેવીઓ અને તેમની પાછળ સાધ્વીઓ ઉભી રહે છે. ભવનપતિ, તિષી અને વ્યન્તર એ ત્રણેની દેવીએ દક્ષિણ દ્વારથી સમવસરણમાં પેસીને પ્રભુને પ્રદક્ષિણા દઈને નિત્ય ખુણામાં ઉભી રહે છે. તથા એ ત્રણે પ્રકારના દે પશ્ચિમ દ્વારથી પસીને પ્રભુને પ્રદક્ષિણા દઈ નમીને વાયવ્ય ખૂણામાં બેસે છે. તથા વૈમાનિક દે, તથા મનુષ્ય અને તેમની સ્ત્રીઓ ઉત્તર દ્વારથી પેસીને પ્રભુને પ્રદક્ષિણા દઈને ઈશાન ખુણામાં બેસે છે. એ પ્રમાણે બાર પર્ષદાઓ જાણવી ત્યાર પછી ઈન્દ્ર મહારાજા ભવ એટલે સંસારને ભય ટાળવાને તીર્થકરની આ પ્રમાણે સ્તુતિ કરે છે. ૧૨૭. ઈન્દ્ર મહારાજે પ્રભુની કરેલી સ્તુતિ ૬ કલેકેમાં જણાવે છે – દર્શનાદિ નિમિત્તથી જિનના પૂર્વે બાંધતા,
કેવલ જ્ઞાન ક્ષણે પ્રભુ આપ તસ ઉદયી થતા; તસ પ્રતાપે દેશના દઈ ઉદ્ધરો ભાવિ જીવને,
સાર્થવાહ ! ભવાટવીમાં વંદોએ નિત આપને. ૧૨૮ સ્પષ્ટાર્થ:--દર્શનાદિ એટલે સમકિત વગેરે વિસ સ્થાનકેની આરાધનાના નિમિત્તથી તમે પહેલાં જિનનામ એટલે તીર્થકર નામ કર્મ બાંધ્યું હતું. તે કર્મનો સિદય હે પ્રભુ! આપ કેવલજ્ઞાન પામે છે તે વખતથી શરૂ થાય છે. (જિનનામને બંધ થયા પછી અન્તમુહૂર્ત કેડે તેને પ્રદેશદય શરૂ થાય છે, તેથી બીજા ની અપેક્ષાએ પ્રતિષ્ઠાદિક અધિક હોય છે. પરંતુ રસોઇય તે તેરમે ગુણઠાણે થાય છે. ) તે જિનનામ કર્મના પ્રભાવથી સદુપદેશ આપીને ભવ્ય જીને આ દુઃખ રૂ૫ સંસાર સમુદ્રમાંથી તમે ઉદ્ધાર કરે છે. આ ભવ રૂપી અટવીમાંથી બહાર લાવવાને સાર્થવાહ સમાન હે પ્રભુજી! અમે હંમેશાં આપને નમસ્કાર કરીએ છીએ ૧૨૮. ખુશ થઈને એક યોજન માન સમવસરણ વિષે,
માનવાદિ પ્રભૂત છે દેશના સુણતા દીસે, એક ભાષા ના છતાં તુજ વચન બેધક ધર્મના,
સમજાય સવિને હેય ઈમ અનુભાવથી જિનનામના. ૧૨૯ પાર્થ –એક જન પ્રમાણ સમવસરણને વિષે મનુષ્ય, તિર્ય દેવતાઓ વગેરે કરડે છે કેઈ પણ જાતની હરક્ત વિના આનંદપૂર્વક ઉપદેશ સાંભળતા જણાય છે, તે જનનામ કમના ઉદયને પ્રભાવ છે. ઉપદેશ સાંભળનારા છની એક ભાષા નથી. અથવા તેઓ જુદી જુદી ભાષા બોલનારા તથા જાણનારા હોય છે, તે પણ ધર્મને ઉપદેશ આપનારા તમારા વચને સર્વ. જી સમજી શકે છે તેમાં પણ જિનનામ કર્મને જ પ્રભાવ નિમિત્ત કારણ છે. ૧૨૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org