________________
દેશના ચિંતામણિ ]
૩૬પ દેનો નાશ કરી પીનારને પણ નિર્વિકારી અથવા નિગી બનાવે છે. તેમ સમજુ શ્રાવકાદિ ભવ્ય જીવ બીજાનું ભલું જ કરે છે. પ૦૪ જે અદત્તાદાનને દુઃખહેતુ જાણું પરિહરે,
પંકજ ઉપર જિમ રાજહંસી મજથી વાસ કરે તે જન વિષે ગણ પુણ્ય કે તિમ સકલ ભાવે વસે,
દિનકર કિરણથી રાત ભાગે તેમ તેથી દુઃખ ખસે. પ૦૫ અર્થતથા જે માણસ અદત્તાદાનને એટલે ચોરીને દુઃખના કારણ રૂપ જાણીને ત્યાગ કરે છે, તે પંકજ એટલે કમળ ઉપર જેમ રાજહંસી આનંદ પૂર્વક વસે છે એટલે આનંદથી રહે છે, તેમ બીજા વ્રતવાળા મનુષ્યને વિષે સર્વ પુણ્યને સમૂહ વસે છે. અને દિનકર એટલે સૂર્યના કિરણથી જેમ રાત ભાગે છે એટલે રાતનું અંધારૂં નાશ પામે છે તેમ પુરૂષ આગળથી સવે દુઃખ પસી જાય છે. એટલે એવા મનુષ્યને કંઈ પણ દુઃખો ભેગવવાં પડતાં નથી. પ૦૫ વિદ્યા વિનયી નરને ભજે જિમ તેમ લફમી સ્વર્ગની,
ઔચિત્યથી તેને ભજે સંપત્તિ સવિ નિવણની, લાભ આવા ચિત્ત ધરજો સતત ત્રીજા વ્રત તણ,
અતિચાર પાંચે પરિહરી અનુમોદજે ગુણ શ્રમણના. પ૦૬ અર્થ-જેમ વિદ્યા વિનયવાનને ભજે છે એટલે વિનયવંતને જેમ વિદ્યા મળે છે તેમ સ્વર્ગની લક્ષ્મી એટલે સ્વર્ગનાં દિવ્ય સુખ તથા નિર્વાણની એટલે મોક્ષની સઘળી સંપદાઓ તેવા વ્રતધારી ભવ્ય નો ઉચિતપણે આશ્રય કરે છે. હે ભવ્ય છે. એ પ્રમાણે આ ત્રીજા સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રતના અનેક પ્રકારના લાભ તમે હંમેશાં ચિત્તમાં ધારણ કરેઅને પાંચ અતિચારોને તજીને સાધુ મુનિરાજના ત્રીજા મહાવ્રતની અનુમોદના કરજે. પ૦૬
અદત્તાદાન વિરમણ વ્રત ઉપર નાગદત્તનું દષ્ટાંત કહે છેનાગદત્ત આ વ્રતે ફાંસી તણી વિડંબના,
ટાળી નૃપતિના માનને પણ મેળવ્યું સંયમ તણા; શુભ સાધને સુર અદ્ધિ માટી મેળવી ઈમ ચિંતના,
દષ્ટાંતની કરી સાધજે વ્રતને અદત્તાદાનના. ૫૦૭ અર્થ –આ વ્રતનું પાલન કરીને નાગદ ફસીની પિડાને દૂર કરી એટલે તે ફાંસીની સજામાંથી બચી ગયે અને તે ઉપરાંત રાજા તરફથી આદરસત્કાર પામ્યો, ત્યાર પછી તેણે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org