________________
દેશનાચિંતામણિ ]
૩૫૯
અનાચાર એ ચાર પ્રકારના દેને ત્યાગ કરે જોઈએ તથા ઘરમાં દશ ઠેકાણે ચંદ્રવા બાંધવા કારણ કે તેથી જીવદયા સચવાય છે. તથા સાત ગરણું પણ જીવદયા સાચવવા માટે રાખવાં જોઈએ. તથા જેવી રીતે હિંસાના દ્રવ્યહિંસા અને ભાવહિંસા એમ બે ભેદ કહ્યા તેવી રીતે સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રતમાં પણ દ્રવ્યથી અને ભાવથી એમ બે ભેદ જાણવા. તથા પિતાથી જે અને જેટલું પ્રાણવધ ત્યાગ કરવો બની શકે તેવો હોય તે અને તેટલી હિંસાના ત્યાગનો નિયમ કરે. અને બીજામાં એટલે ત્યાગ ન બની શકે તેવામાં જયણુ ધર્મને સ્થાન આપવું. એટલે અશક્ય પરિવારમાં યતના પૂર્વક વર્તવું. ચંદ્રવા વિગેરેની વિશેષ બીના શ્રી દેશવિરતિ જીવનમાં કહી છે. ૪૯૧
બીજા વ્રતનું સ્વરૂપ વિગેરે બીના જણાવે છે – કન્યાલીકાદિક જાકને પરિહાર બીજું વ્રત મુણે,
દ્રવ્ય ભાવે જાણ જ વિચાર બીજા વ્રત તણો; પરભાવને બેલે સ્વભાવે ભાવથી જાઠ જાણીએ,
કન્યાલીકાદિક દ્રવ્યથી પરિહાર તસ વ્રત માનીએ. કલર અર્થ-બીજા સ્થૂલ મૃષાવાદ વિરમણ નામના વ્રતમાં કન્યાલીકાદિક એટલે કન્યા વગેરે સંબંધી જૂઠને ત્યાગ કરે, (૧) કન્યા સંબંધી અસત્ય તે નાની હોય છતાં મેટી કહેવી, મોટી હોય તેને નાની કહેવી, દૂષણવાળી હોય છતાં દોષ રહિત કહેવી વગેરે એ પ્રમાણે (૨) ગાય વિગેરે પશુ સંબંધી તથા (૩) ભૂમિ વિગેરે સંબંધી અસત્યને પણ ત્યાગ કરવો. (૪) કઈ થાપણ મૂકી ગયું હોય તે નથી મૂકી ગયો એમ બોલી વિશ્વાસ ઘાત કરવો, (૫) લાલચ અથવા લાગવગ વગેરે કારણથી છેટી સાક્ષી પૂરવી એ પાંચ મોટાં અસત્યનો ત્યાગ કરવો, આ વ્રતમાં પણ દ્રવ્યથી અને ભાવથી એમ બે ભેદ જાણવા. તેમાં અહીં કન્યાલીક વગેરે જે પાંચ મેટાં અસત્ય ગણાવ્યાં તેનો ત્યાગ કરવો તે દ્રવ્યથી સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત. તથા આત્માથી ભિન્ન એવા શરીર, ધન, કુટુંબાદિક જે ખરી રીતે પિતાનાં નથી તેને પોતાનાં કહેવાં તે ભાવથી જૂઠ જાણવું, તેને દેશથી ત્યાગ કરવે, તે ભાવથી સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત જાણવું. ૪૨
જૂઠું બેલતાં જે નુકશાન થાય, તે વિગેરે જણાવે છે – મન્મનપણું કહલપણું તિમ રોગ મુખના મૂકતા,
સમૃદ્ધિ કેરે નાશ અપજશ વિકટ ભય તિમ દુઃખિતા; જૂઠથી સંયમ તપસ્યા તીવ્ર પણ નિષ્ફળ બને,
પરભવે દુઃખ દુર્ગતિનાં હોય જઠ વદનારને. ૪૯૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org