________________
૩પ૬
| શ્રી વિપવસૂરિકતહણનારને ના કઈ આપે આશરે દુઃખ બહુ મળે,
આવું વિચારી શ્રાવકો હિંસા કરતા પણ ડરે. ૪૮૫
અર્થ –કહેવત છે કે “જેવું વાવે તેવું લણે અને કરે તેવું પામે” એટલે જે જાર વાવે તે જારને લણે છે, પરંતુ જારના વાવનારના ખેતરમાં ઘઉં લણવાના હેતા નથી, કારણ કે જાર વાવે તો જર જ પાકે છે, ઘઉં પાકતા નથી. તથા પોતે જેવાં કાર્ય કરે છે તેવા જ ફળને મેળવે છે એટલે સારાં કાર્ય કરનારને સારૂં ફળ અને ખરાબ કાર્યના કરનારને ખરાબ ફળ મળે છે, પરંતુ ખરાબ કાર્ય કરનારને સારૂં ફળ મળતું નથી, અને જે ભવ્ય જીવ બીજા જીવને શાન્તિ આપનાર છે, પરંતુ પીડા કરતા નથી તેમને બીજા છ તરફથી શાંતિ જ મળે છે. અથવા તે દયાળુ જીવને અશાંતિનો સમય આવે જ નહિ. હણનારને એટલે બીજા જીવોને મારનાર જીવને કેઈ આશરો આપતું નથી, કારણ કે સર્પાદિના દષ્ટાંતે તેવા હિંસક જીથી બધા દૂર નાસે છે અને તે (હિંસક) ને ઘણું દુઃખો ભોગવવા પડે છે એવું વિચારીને ઉત્તમ શ્રાવકે બીજા જીવની હિંસા કરતાં પાપને ભય જરૂર રાખે છે. ૪૮૫
શ્રાવકની સવા વસા દયા બે શ્લોકમાં જણાવે છે – શ્રાવક ઉપાધિ વશે દયા ત્રસ જીવની પાળી શકે,
પચનાદિ કારણ સ્થાવરોની ના દયા પાળી શકે રાખે જ જયણે તેમના આરંભમાં બનતાં સુધી,
અધિક ન કરે અલ્પથી નિર્વાહ હવે ત્યાં સુધી. ૪૮૬ અર્થ-કુટુંબ વગેરેની ઉપાધિઓને વશ થએલા શ્રાવકે ત્રસ (બેઈદ્રિયાદિક) જીની દયા પાળી શકે છે, પરંતુ સ્થાવર (જેઓ સ્થિર રહે છે તે એકેન્દ્રિય) ની દયા પાળી શક્તા નથી, કારણ કે તેઓને પચનાદિ એટલે રાંધવું વગેરે જરૂરી કાર્યો કરવાના હોય છે, તેથી સ્થાવર જીવોની હિંસા થાય છે. જો કે સ્થાવર જીવોની દયા ન પાળી શકાય તે પણ જ્યાં સુધી પિતાથી બની શકે ત્યાં સુધી તેવા પ્રકારના આરંભના કાર્યોમાં જ્યણું એટલે ઉપગ રાખે છે, અને તેથી કરીને જ્યાં સુધી થડા આરામથી નિર્વાહ થાય તેમ હોય ત્યાં સુધી તેઓ અધિક એટલે ઘણે આરંભ કરતા નથી. એટલે સાધુની વીસ વસા દયાની અપેક્ષાએ શ્રાવક સ્થાવરની દયા ન પાળી શકે, આ મુદ્દો હોવાથી વીસ વસામાંથી દશ વસા બાદ કરતાં દશ વસા બાકી રહે. ૪૮૬ ત્રસ વધે સંકલ્પ હિંસા ત્યાગ શ્રાદ્ધ કરી શકે,
તેહમાં પણ નિરપરાધી હનન ત્યાગ કરી શકે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org