________________
૩૪૪
( શ્રી વિજયપરિકૃત
આ પ્રમાણે જાણવા. ૧ કેવલ એટલે એક. કારણ કે બાકીના ચાર જ્ઞાનને છાઘસ્થિક જ્ઞાન કહેલાં છે તે જ્ઞાન નષ્ટ થાય ત્યારે કેવલજ્ઞાન થાય છે, માટે તે એકલું જ હોય છે તેથી કેવલ શબ્દને અર્થ એક (એકલું) થાય છે. ૨ કેવલ એટલે અસાધારણ, કારણ કે તેના સરખું બીજું કોઈ જ્ઞાન નથી. ૩ કેવલ એટલે સંપૂર્ણ. કારણ કે આ જ્ઞાન એક સાથે જ પૂરેપૂરૂં ઉપજે છે, પરંતુ બીજા જ્ઞાનની પેઠે ઓછું વત્ત ઉપજતું નથી. ૪ કેવલ એટલે નિવ્યઘાત. આ જ્ઞાનને કઈ પણ ઠેકાણે વ્યાઘાત (અડચણ) થતો નથી. ૫ કેવલ એટલે અનંત. કારણ કે ય એટલે જાણવા લાયક ભાવ અનંતા છે. અથવા આ જ્ઞાન થયા પછી તે અનંત કાળ રહે છે. ૬ કેવલ એટલે શુદ્ધ. કારણ કે ઢાંકનારા કેવલ જ્ઞાનાવરણીય કર્મ રૂપી મેલને સંપૂર્ણ નાશ થાય, ત્યારે આ જ્ઞાન થાય છે. પાંચ જ્ઞાનમાં મતિ શ્રતને સાથે કહા છે અને અવધિજ્ઞાનથી પ્રથમ કહ્યા છે. કારણ કે શરૂઆતમાં આ બે જ્ઞાન જેને હોય તેને જ ત્રીજું અવધિજ્ઞાન થાય છે. વળી સ્વામી, કારણ, કાલ, વિષય અને પરોક્ષતા એમ પાંચ કારણથી એ બેનું સરખાપણું હોવાથી મતિ શ્રત સાથે કહ્યા છે. આ સરખાપણું આ પ્રમાણે જાણવું –૧ સ્વામી-જે મતિજ્ઞાનને સ્વામી હોય તેજ શ્રુતજ્ઞાનને સ્વામી હેય છે અને જે શ્રુતજ્ઞાનને સ્વામી હોય તે જ મતિજ્ઞાનને સ્વામી હોય છે. ૨ કારણ-મતિજ્ઞાનમાં પાંચ ઇન્દ્રિય અને મન કારણ છે તેમ શ્રતજ્ઞાનમાં પણ તે કારણ છે. ૩ કાલ-મતિજ્ઞાનને ૬૬ સાગરોપમ અધિક કાલ છે તેમ તને પણ તેટલો જ કાલ. ૪ વિષય જેમ મતિજ્ઞાનથી આદેશ કરીને સર્વ દ્રવ્ય વિગેરે જણાય છે, એમ શ્રુતજ્ઞાનથી પણ બધા દ્રવ્ય વિગેરે જણાય છે. આ પ્રમાણે બંનેને વિષય સરખો છે. ૫ પરોક્ષત્વ–મતિજ્ઞાન જેમ પરોક્ષ છે, એમ શ્રત જ્ઞાન પણ તેવું જ (પક્ષ) છે. આ પ્રમાણે બંને (મતિજ્ઞાન શ્રત જ્ઞાન) માં પક્ષપણું રહે છે. ૪૬૪ જેહને મતિવૃત અવધિત્રિક તેહને આ કારણે,
પ્રત્યક્ષની પહેલાં કહ્યા તે બે પક્ષ જ્ઞાનને મતિના પૂર્વક હોય કૃત આ હેતુથી મતિ આદિમાં,
શ્રતની કહ્યું અવગ્રહ પ્રમુખ મહિનાણ પ્રગટે આદિમાં. ૪૬૫
અર્થ –જેમને મતિજ્ઞાન, અને શ્રુતજ્ઞાન હોય, તેમને જ અવધિજ્ઞાન વિગેરે ત્રણ જ્ઞાન હોય છે. આ કારણથી અવધિજ્ઞાન વિગેરે ત્રણ જ્ઞાનની પહેલાં પરોક્ષ એવા મતિજ્ઞાન અને શ્રતજ્ઞાન કહ્યા છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં પણ મતિપૂર્વક તજ્ઞાન હોય છે એ કારણથી મતિજ્ઞાનને શ્રતજ્ઞાનની પહેલાં કહ્યું છે. કારણ કે શ્રતજ્ઞાન થતાં પણ પ્રથમ શરૂઆતમાં અવગ્રહ, ઈહા વગેરે રૂ૫ મતિજ્ઞાન પ્રગટ થાય છે અને ત્યાર પછી શ્રત જ્ઞાન થાય છે. ૪૬૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org