________________
૩૩૬
[ શ્રી વિજ્યપદ્રસૂરિકૃત
કૃત્વના લાભથી સંસાર ઘટે છે. માટે સમ્યક્ત્વને લાભ એ ઉત્તમમાં ઉત્તમ લાભ ગણાય. (૪) જેમ વહાણ સમુદ્રના કાંઠે લઈ જાય, તેમ સમ્યગ્દર્શન સંસાર સમુદ્રને પાર પમાડે છે. આ મુદ્દાથી તેને બહાણુના જેવું કહ્યું છે. (૫) આ સમ્યગ્દર્શન ભવસમુદ્રને તરવામાં અપૂર્વ સાધન હોવાથી તેને તીર્થના જેવું કહ્યું છે. (૬) જેમ ભંડારમાં રત્ન રહે, તેમ ગુગને રહેવાનું સ્થાન સમ્યગ્દર્શન છે. તેથી તેને નિધાનના જેવું કહ્યું છે. (૭) જેમ તરવાર વેલડીને છેદે, તેમ રાગ દ્વેષાદિરૂપ ભાવ વેલડીને છેદનારૂં સમ્યગ્દર્શન છે. તેથી તેને તરવારની જેવું કહ્યું છે. ભવ્ય જીવોએ આ બીના ધ્યાનમાં રાખીને સમ્યગ્દર્શન ગુણને ટકાવ. ૪૪૯ ચાર સહનું વિચારી લિંગ ત્રણ સંભારીએ,
વિનય દશ ત્રણ શુદ્ધિ દૂષણ પાંચ ના કદી સેવીએ; આઠ પ્રભાવક સેવીએ ને પાંચ ભૂષણ ધારીએ,
પાંચ લક્ષણ યાદ કરી યતના છ ઝટ પરિહારીએ. ૪૫૦ આગાર ઉત્તમ ભાવના છ સ્થાન સડસઠ ભેદને,
ધારી લહા નિર્મલ કરે તિમ દઢ કરો સમ્યકત્વને સમ્યકત્વ ઉત્તમ જીવ પરિણતિ માનસિક વિચારણા,
શ્રદ્ધા જિહાં સમ્યકત્વ ત્યાં શ્રદ્ધા વિકલ્પ વિચારણા. ૪૫૧ અર્થ-આ સમક્તિની ચાર (૪) સહણ એટલે શ્રદ્ધાનો વિચાર કરી પછી (૩) ૧ સમકિતના ૬૭ બેલની ટુંકી સમજુતી આ પ્રમાણે --
ચાર સહણ -એટલે ચાર પ્રકારની શ્રદ્ધા. (૧) પરમાર્થ સંસ્તવ એટલે જીવાદિક પદાર્થોના અર્થને વિચાર કરવો. (૨) પરમાર્થશાતૃસેવન એટલે પરમાર્થના જાણકાર મુનિ વિગેરેની સેવા કરવી. (૩) વ્યાપન્ન દશન વજન એટલે જેમણે સમકિત વસ્યું છે તેવા નિન્દવ વગેરેની સબત છોડવી. (૪) કુદર્શન વજન એટલે પરદર્શનીની સબત તજવી.
ત્રણ લિંગ--સમકિતની નિશાનીઓ. (૧) શ્રત અભિલાષ એટલે ધર્મ સાંભળવાની ઈચ્છા. (૨) ધર્મશગ એટલે ધર્મની ઉપર તીવ્ર લાગણી. (૩) વૈયાવૃત્ય-એટલે દેવગુરૂની ભકિત તથા બહુમાન | દશ પ્રકારે વિનય-(૧) અરિહંતને (૨) સિદ્ધને (૩) ચૈત્ય એટલે જિન પ્રતિમાને (૪) શ્રતને એટલે સિદ્ધાંતને (૫) ધર્મને (૬) સાધુને (૭) આચાર્યને (૮) ઉપાધ્યાયને (૯) પ્રવચન એટલે સંધન વિનય (૧૦) દર્શનાને વિનય. આ દશને પાંચ પ્રકારે વિનય કરઃ-(૧) ભક્તિ, (૨) હદય પ્રેમ (૩) ગુણની સ્તુતિ (૪) અવગુણનું ઢાંકવું (૫) આશાતના ટાળવી.
ત્રણ પ્રકારની શુદ્ધિ:-(૧) મન શુદ્ધિ, (૨) વચન શુદ્ધિ (૩) કાય શુદ્ધિ.
પાંચ દૂષણ ત્યાગઃ-(૧) શંકા (૨) કાંક્ષા (૩) વિડિગિચ્છા (૪) મિથ્યાત્વીના ગુણનાં વખાણ. (૫ મિથ્યાત્વીને પરિચય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org