SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ દેશના ચિંતામણિ ] ૩૧૫ જરા પણ અવકાશ એટલે સ્થાન રહેલું નથી, કારણ કે આ ભવરૂપી અંકુરને ઉપજવાને કર્મરૂપી બીજની જરૂર છે, પરંતુ સિદ્ધના જીના કર્મરૂપી બીજજ બળી ગએલાં છે તેથી જેમ બીજ વિના અંકુરે ન થાય તેમ કર્મ વિના સંસાર પણ સંભવે નહિ. સમજવાનું એ છે કે-જે કારણને જ મૂલમાંથી સંપૂર્ણ નાશ થયો હોય તે પછી કાર્ય કયાંથી થાય? અર્થાત્ ન જ થાય. તેમ કારણ રૂ૫ કર્મને નાશ થયે તે તેના કાર્ય રૂપ ભવને એટલે સંસારને પણ સર્વથા નાશ થયે એમ સમજવું. ૪૧૦ સિદ્ધ પ્રભુના મોટા આઠ ગુણનું સ્વરૂપ ત્રણ લેકમાં જણાવે છે – આઠ કર્મ થકી અલગ એ અનંતાષ્ટક ધારતા, જ્ઞાનાવરણના વિલયથી કેવલ અનંતું પામતા; દર્શનાવરણ ક્ષયે દર્શન અનંત સાધતા, સમ્યકત્વ ક્ષાયિક ચરણ પામે મોહકર્મ વિનાશતા. ૪૧૧ અનંત સુખ તિમ વીર્યવાળા વેદ્ય વિન વિનાશથી, અક્ષય સ્થિતિ પામતા આયુષ્ય કેરા વિરહથી; જિમ અહિં આયુષ્ય પૂરું હોય ત્યારે જીવને, અન્ય ભવમાં જવાનું તિમ નહિં પ્રભુ સિદ્ધને. ૪૧૨ રૂપને ધરવાપણું ના નામકર્મ વિનાશથી, અવગાહના પામ્યા અનતી ગોત્રકર્મ વિયોગથી. ઉચ્ચતા ને નચતા કહેવાય જીવની ગોત્રથી, સિદ્ધ પ્રભુને તેહવું ના સિદ્ધિ કેરા દિવસથી. ૪૧૩ અર્થ-જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મથી અલગ થયેલા એટલે આઠ કર્મને નાશ કરીને સિદ્ધ થયેલા છે અનંતાષ્ટક એટલે આઠ પ્રકારની અનંત વસ્તુને ધારણ કરે છે, તે આ પ્રમાણે-જ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી અનંત જ્ઞાન રૂપ કેવલ જ્ઞાન પામે છે. દર્શનાવરણીય કર્મના ક્ષયથી અનંત દર્શન રૂપ કેવલ દર્શન પામે છે. મોહનીય કર્મનો ક્ષય થવાથી ક્ષાયિક સમકિત તથા ક્ષાયિક ચારિત્ર પામે છે. વેદ્ય એટલે વેદનીય કર્મના નાશથી અનંત સુખને પામે છે. વિજ્ઞ એટલે અંતરાય કર્મના ક્ષયથી અનંત વીર્યને પામે છે, તથા આયુષ્ય કર્મને ક્ષયથી અક્ષય સ્થિતિને પામે છે. જેમ અહીંનું ભેગવાતું આયુષ્ય પૂરું થાય ત્યારે સંસારી ને બીજા ભવમાં જવું પડે છે, તેમ સિદ્ધ ભગ વતને ત્યાંથી બીજે કઈ ઠેકાણે જવું પડતું નથી. નામ કર્મને નાશ થવાથી સિદ્ધના જીવને રૂ૫ (દેહ વિગેરે) ધારણ કરવું પડતું નથી તેથી તેમને અરૂપી ગુણની પ્રાપ્તિ થાય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy