________________
૨૬૪
| શ્રી વિજયપવરિત
વનમાં હોય (અહિં સ્ત્રીએ માધવ એટલે વસંતના લક્ષ્યથી હાંસી કરી), ત્યારે કૃણે કહ્યું કે હું ચક્રી વિષ્ણુને ચરત્ન હોય છે તેથી ચકી) છું, ત્યારે સ્ત્રીએ હાંસી કરી કે ચક્રી કુંભાર કહેવાય. કુંભાર ચકને એટલે વાસણે બનાવવા માટે ફેરવાતા ચાકને-પૈડાને અધિપતિ છે, ત્યારે કૃષ્ણ કહ્યું હું ધરણીધર (પૃથ્વીને રક્ષક) છું ત્યારે સ્ત્રીએ હાંસી કરતા કહ્યું કે ધરણું ધર તે શેષ નાગ છે (કારણ કે શેષ નાગે પોતાના માથા પર આ પૃથ્વી ધરી રાખી છે એમ લોકપ્રસિદ્ધિ છે), ત્યારે કૃષ્ણ કહ્યું કે હું અહિરિપુ (કાળીનાગને શત્રુ છું) ત્યારે સ્ત્રીએ હાંસી કરી કે અહિરિપુ તે ગરૂડ છે. કારણ કે સર્પને શત્રુ ગરૂડ છે તે અહીં અત્યારે ન આવે. ત્યારે કૃણે કહ્યું કે હું હરિ (વિષ્ણુ) છું, ત્યારે સ્ત્રીએ હાંસી કરી કે હરિ એટલે વાનર એ અર્થ થાય છે, તે અત્યારે શું કામ આવે ? અને તે કણ અહીં આવ્યો છું ? એ રીતે જાણું જોઈને હાંસી કરીને કૃષ્ણને ઘરમાં દાખલ કર્યા. આ પ્રમાણે વિષ્ણુએ જેમ પોતાની માન મર્યાદા ગણકાર્યા વિના શ્રીનાં હાંસી વચનો સાંભળ્યાં, તેમ આ શ્રીમતીએ પણ પિતાની મર્યાદા છેડીને ડોસીને પોતાની કામાતુરપણાની વાત જણાવી. વળી બીજી વાત એ છે કે, જીઓ નવરી થાય, ત્યારે જ તેને અનેક કુવિચારો પ્રગટ થાય છે, જેથી આ શ્રીમતી પણ ઘરના કામધંધામાં ચિત્તવાળી ન હોવાથી જ કામાતુર રહે છે, આ સંબંધમાં યાદ રાખવા જેવી એક સમશ્યા આ પ્રમાણે જાણવી.
કન્યા કાય કુમારી ઘણી, કૃપણુ લચ્છી વાધે શ્યા ભણી છે
ચાડી તાત કહો કેમ કરે, ત્રણ ઉત્તર ધ્ર એક અક્ષરે. ૫ ૧ !! અર્થ-કુમારી કન્યાની કાયા કેમ ઘણી વધતી જાય છે ? તથા કૃપણની લક્ષ્મી કેમ ઘણું વધે છે? તેમજ સ્ત્રીઓ ચાડી કેમ કરે છે? એટલે પારકી નિંદા કેમ કરે છે? હે પિતાજી ! આ ત્રણે પ્રશ્નનો ઉત્તર એક જ શબ્દમાં આપો. ત્યારે પિતાએ ઉત્તર આપે કે “નવરી” કારણ કે કુમારી કન્યા નવરી એટલે વર વિનાની હોવાથી ઘણી વધે છે, અને કૃપણની લક્ષ્મી પણ વપરાતી નથી તેથી નવરી (કામ વિનાની પડી) રહે છે તેથી વધ્યા કરે છે, અને સ્ત્રીઓ પણ નવરી (કામકાજ વિનાની) હોય તે લોકની નિંદા કરવા માંડે છે. ત્રણ ભેગી થાય તે બ્રહ્માંડ ફેડી નાંખે.
એ પ્રમાણે આ ધનવાન શેઠની પુત્રવધૂ પણ પતિના વિયેગવાળી છે. અને ઘરના કામકાજમાં સતત જોડાયેલી રહેતી નથી, માટે તેને મનમાં કુવિચારો પ્રગટ થાય છે. તે કામાતુર બની ડોસીને પોતાની કામશાન્તિને ઉપાય કરવા જણાવે છે. અહિં ડેસી પણ પ્રૌઢ વિચારવાલી ઠરેલી હોવાથી શેઠને (શ્રીમતીના સસરાને) એકાન્તમાં લાવીને કહે છે કે—તમારી પુત્રવધુ ઘણા વખતથી પતિના વિયેગવાળી છે, તેમજ યૌવન વયવાળી છે, અને તમારા ઘરમાં અનેક નેકર ચાકર અને સાસુ પણ હોવાથી તે પુત્રવધૂ (છોકરાની વહ) કંઈ કામકાજ કરવામાં ગુંથાયેલી રહેતી નથી માટે વિચાર કરે કે આવા સંગમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org