SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ [ શ્રી વિજ્યપધસૂરિકૃતગયા એટલે તેને વિરહ સહવાને અસમર્થ એવો તે મકરંદ અને કહેવા લાગે કે – હું મદિરાને વિરહ સહવાને અસમર્થ છું, તેથી હું પણ અગ્નિ વડે મરણ સાધીશ (પામીશ) વૃદ્ધાએ તે હકીકત જાણું, તેને વિશ્વાસ આવ્યો, એટલે પૂછયું કે:-“શા માટે મરીશ?” તેણે કહ્યું કે “તારી પુત્રીએ મારી ઉપરના સ્નેહ વડે પિતાના દેહનું દહન કર્યું. તેથી હવે તેના વિરહરૂપી અગ્નિને બૂઝાવવા માટે ચિતાને અગ્નિ જ ચંદનરસ તુલ્ય છે એમ મને લાગે છે.” તે સાંભળીને અકા બેલી કે “અમારે જાણીતા અને માનીતે એક જોશી, છે, તેને પૂછીને પછી જેમ રૂચે તેમ કરજે.” પછી અકાએ તે જતિષીને બેલા, અને બધી મર્મની વાત તેને કહીને ખેદ પામેલા મકરંદની પાસે તેને મેક. મકરંદે પૂછયું કે-“અરે જેશી! મદિરાને વેગ મારી સાથે મળે છે કે નહિ? તે બરાબર તપસીને કહે, જે ગ મળતું હોય તે હું અગ્નિમાં પડીને મરણને શરણ અંગીકાર કરૂં.” તે સાંભળી શઠરાજ એ તે જેશી બોલ્યા કે –“તમે ફગટ દુઃખ ધરો નહિ, એક પખવાડીઆ પછી તે તમને અહીં જ મળશે.” આ પ્રમાણેનાં તેનાં મધુર વચને સાંભળીને મકરંદ રાજી થયે અને તેને ઘણું ધન આપ્યું. પછી મદિરા તરફની પ્રીતિથી તે નવ દશ દિવસ સુધી તે તેને ઘેર જ રહ્યો. એક વખતે રાત્રીના સમયે ચંદ્રમાં સંપૂર્ણ ખીલ્યો હતો, નવી ખીલેલી પુષ્પકળીઓથી આસપાસ સુગંધી પ્રસરી રહી હતી, પવન મંદમંદ વાતે હતો અને કામદેવના બાણોની વૃષ્ટિ થતી હતી. તે સમયે મદિરાને પ્રેમ સંભારતો મકરંદ બોલ્યો કે-“હે પ્રિયા! તું કયાં ગઈ? કયાં ગઈ?” આવું તે બેલ હતું તે સમયે અવસરને ઓળખનારી વૃદ્ધ માતાએ મહેઢામાં પાન ચાવતી અને મોતી સેના અને માણિજ્યના અલંકારોથી શોભતી તથા મોતીઓના સમૂહથી ઉજવળ રહિણીના કરતાં બમણી મનહર લાગતી, તેમજ ઉત્તમ વેત વસ્ત્ર ધારણ કરતી અને હાથણીની જેવી મંદ ગતિથી ચાલતી તેમજ જેના પુપોના ગજરાથી હસ્તકમળ ભતા છે એવી મદિરાને મકરંદની પાસે મોકલી. તે આમતેમ જેતે હવે અને મેહગર્ભિત વાક્ય બોલતો હતો, તેવામાં તો સાચે સાચી પાસે ઉભેલી મદિરાને તેણે જોઈ. મકરંદે તેને પૂછયું કે-“શું તું તેજ મદિરા છો?” તેણે પણ મધુર સ્વરવડે બેલી કે-“હા, હું તેજ મદિરા છું.” શ્રેષ્ઠીએ પૂછયું કે-“અરે! જગતના જીવોને ઉત્તમ દર્શન આપવાવાળી! તું જીવતી થઈને કેવી રીતે આવી?” તેણીએ કહ્યું કે-“અરે શૃંગાર રસના ભેગી ભ્રમર! તારા ધ્યાનમાં મગ્ન થયેલી મેં અગ્નિમાં પડીને તેની સાધના કરી, તેથી હું સ્વર્ગમાં ગઈ ત્યાં શકે છે ગૌરવ સહિત મારી તરફ જોયું અને કહ્યું કે-“હે સાત્વિક શિરેમણિ! જે કાંઈ જોઈતું હોય તે માગ.” મેં વિજ્ઞપ્તિ કરી કે-“જે તમે મારી ઉપર રાજી થયા છે તે મારા મત્યદેહ વડે મને મકરંદ શ્રેષ્ઠી સાથે સંગ થાય તેમ કરી આપો, કે જેના અનાદરથી મેં આ પ્રમાણેનું સાહસ કર્યું છે. તે સાંભળીને તે ભગવાન શકે કે મને તે વર આપીને સ્વર્ગ લેકમાંથી અહીં મોકલી છે.” For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy