________________
૨૫૦.
[ શ્રી વિજયપધ્ધસૂરિકૃતઅર્થ ––આ વિષયેની આસક્તિથી જીવને નિબિડ એટલે ગાઢ અથવા ચીકણાં ઘણાં કર્મ હંમેશાં બંધાય છે. એ વિષય શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ એમ પાંચ પ્રકારના છે અને તેઓ ઘણું પ્રકારની વિકટ એટલે આકરી આપત્તિઓ આપે છે. તથા આ ઈન્દ્રિના વિષયોનું વિસ્તાર પૂર્વક વર્ણન મેં ઉત્તમ “ભાવના ક૯૫લતા”નામના ગ્રંથમાં આપેલું છે. તે પણ અહીં આ સ્થાન ખાલી ન રહે એ હેતુથી સંક્ષેપથી એટલે ટુંકાણમાં કહ્યું છે. (વિશેષ જાણવાની ઈચ્છાવાળાએ ઉપર કહેલ ગ્રંથમાંથી જોઈ લેવું. ) ૩૦૫ આ વિષયના તેજાનને અટકાવવા માટે જરૂરી ચિત્તની રક્ષા કરવાને ઉપાય ચાર લેકમાં જણાવે છે – ભાખ્યું કરતા ચિત્તરક્ષા વિષયના તેફાનને,
અટકાવતા બુધ દેઈ શિક્ષા જિન વચનની આત્મને, હે જીવ! જ્યારે બહારના ભ્રમ છોડીને તુજ ચિત્તને,
થિર કરીશ ને તે થશે સમ ભક્ત કલી કપાધને. ૩૦૬ અર્થ –વિષયોથી ચિત્તનું રક્ષણ કરનારા બુધ એટલે સમજુ પુરૂષ મનને કબજે રાખીને વિષયના તેફાનને અટકાવે છે. એટલે આ વિષયે મનને આકર્ષે છે પરંતુ બુધ પુરૂ એ ચિત્તને વશ કરે તે વિષયેનું કંઈ ચાલતું નથી. તે સમજુ પુરૂષે આત્માને જિનેશ્વરે કહેલાં વચને વડે શિખામણ આપે છે કે હે જીવ! જ્યારે બહારની ખોટી ભ્રમણાઓને છેડીને તું તારા મનને જે સ્થિર કરીશ, અને તે મન જ્યારે પોતાના ભક્તને એટલે રાગીને તથા કે પાંધ એટલે દ્વેષીને જોઈ ને પણ સમ એટલે બંને તરફ સમતા ભાવવાળું થશે. ૩૦૬ સ્તુતિ અને નિન્દા કરંતા જન વિષે શુભ સામને,
' ધરશે વિશિષ્ટ સ્નેહિ સ્વજને શત્રવર્ગે સામ્યને ઇષ્ટ તેમ અનિષ્ટ શબ્દાદિક વિષે વળી એકતા,
સુખડ કેરે લેપ કરતા વાંસલાથી છેદતા. ૩૦૭. અર્થ –અને તે મન જ્યારે સ્તુતિ એટલે વખાણ કરનાર તથા નિંદા કરનાર એ બંને ઉપર શુભ સામ્ય એટલે ઉત્તમ સમતા ભાવને ધારણ કરશે, એટલે બન્નેને સરખા ગણશે, વળી પિતાના તરફ વિશેષ સનેહ રાખનાર વજન કુટુંબી ઉપર તથા દ્વેષ રાખનાર શત્રુના સમૂહ ઉપર પણ એ મન સમતાવાળું થશે. તથા ઈષ્ટ એટલે પિતાને અતિ પ્રિય તથા અનિષ્ટ એટલે પિતાને ન ગમે તેવા અપ્રિય જે શબ્દાદિક એટલે શબ્દ વગેરે ઈન્દ્રિ
ના પાંચ વિષયે તે પ્રત્યે એક્તા એટલે સમભાવને ધારણ કરશે, વળી સુખડ વડે કઈ લેપ કરે તેના તરફ તથા વાંસલાથી પિતાની કાયાને છેદનાર એ બંને તરફ રાગ અથવા દ્વેષ નહિ કરતાં તારૂં સમભાવ વાળું મન જ્યારે થશે. ૩૦૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org