________________
દેશના ચિંતામણિ ] ,
૧૪૧
ચકવતીપણું ભેગવ્યું, ૧૧ સુભદ્રા સ્ત્રીરત્ન, ૧૨ આરિસા ભુવનમાં કેવલજ્ઞાન પામી ૧ લાખ પૂર્વ સુધી દીક્ષા પાલી, ૧૩ મોક્ષે ગયા, ૧૪ શ્રીષભદેવ ભગવંતના શાસનમાં થયા.
૨ સગર ચક્રવર્તી–-૧ નામ સગર ચક્રવતી, ૨ અયોધ્યા નગરીમાં જન્મ, ૩ પિતા સુમિત્ર રાજા, ૪ માતા યશોમતી, પ આયુ ૭૨ લાખ પૂર્વ, ૬ સાડી ચારસો ધનુષ્યની કાયા, ૭ પચાસ હજાર પૂર્વ સુધી કુમારાવસ્થા, ૮ પચાસ હજાર વર્ષ સુધી મંડલિક રાજાપણું, ૯ દેશ સાધના ૩૦ હજાર વર્ષ, ૧૦ સિત્તેર લાખ પૂર્વ સુધી ચક્રવતી પણું, ૧૧ ભદ્રા નામે સ્ત્રીરત્ન, ૧૨ દીક્ષા ૧ લાખ પૂર્વ, ૧૩ મેક્ષમાં ગયા, ૧૪ અજિતનાથ પ્રભુના શાસનમાં થયા.
૩ મઘવા ચક્રવત્તી–૧ મઘવા ચક્રવતી, ૨ શ્રાવસ્તિ નગરીમાં જન્મ, ૩ પિતા સમુદ્રવિજય રાજા, ૪ માતા ભદ્રા, ૫ આયુષ્ય પાંચ લાખ વર્ષ, ૬ શરીરની ઉંચાઈ ૪રા ધનુષ્ય, ૭ ૨૫ હજાર વર્ષ કુંવરપણામાં, ૮ ૨૫ હજાર વર્ષ સુધી મંડલિક રાજાપણું ભેગવ્યું, ૯ વીસ હજાર વર્ષ દેશની સાધના કરી (છ ખંડ જીત્યા) ૧૦ ત્રણ લાખ એંશી હજાર વર્ષ સુધી ચક્રવર્તિપણું ભગવ્યું, ૧૧ સ્ત્રીરત્ન સુનંદા, ૧૨ દીક્ષા પર્યાય ૫૦ હજાર વર્ષ, ૧૩ ત્રીજા સનકુમાર દેવેલેકમાં મહદ્ધિક દેવ થયા, ૧૪ શ્રીધર્મનાથ પ્રભુના વારમાં થયા.
૪ સનકુમાર ચક્રવત્તી–આ બીના આગળ રૂપ મદનું સ્વરૂપ જણાવવાના પ્રસંગે જણાવીશું.
૫ શ્રી શાંતિનાથ ચક્રવર્તી–૧ નામ શ્રી શાંતિનાથ, ૨ જન્મ હસ્તિનાપુર નગરમાં, ૩ પિતા અશ્વસેન રાજા, ૪ માતા અચિરારાણ, ૫ આયુષ્ય ૧ લાખ વર્ષનુ, દેહની ઉંચાઈ ૪૦ ધનુષ્ય, ૭ ૨૫ હજાર વર્ષ કુંવરપણું, ૮ પચીસ હજાર વર્ષ મંડલિક રાજાપણું, ૯ દેશસાધનામાં ૮૦૦ વર્ષ ગયાં, ૧૦ ચકિપણું ૨૪૨૦૦ વર્ષ સુધી, ૧૧ સ્ત્રીરત્ન વિજયા, ૧૨ દીક્ષા પર્યાય ૨૫ હજાર વર્ષ, ૧૩ મુક્તિમાં ગયા, ૧૪ પિોતે તીર્થકર દેવ હતા.
૬ શ્રી કુંથુનાથ-૧ નામ શ્રી કુંથુનાથ, ૨ જન્મભૂમિ હસ્તિનાપુર નગર, ૩ પિતા સૂરસેન રાજા, ૪ માતા શ્રીદેવી, ૫ આયુષ્ય ૯૫ હજાર વર્ષ, ૬ શરીરની ઉંચાઈ ૩૫ ધનુગ, ૭ ૨૩૭૫૦ વર્ષ સુધી કુંવરપણું, ૮ ર૩૭૫૦ વર્ષ સુધી મંડલિક રાજાપણું, ૯ દેશ સાધનામાં ૬૦૦ વર્ષ, ૧૦ ૨૩૧૫૦ વર્ષ સુધી ચક્રવર્તિપણું, ૧૧ સ્ત્રીરત્ન કૃષ્ણશ્રી, (૧૨) દીક્ષા પર્યાય ૨૩૭૫૦ વર્ષ, ૧૩ મુક્તિમાં ગયા, ૧૪ પોતે શ્રીતીર્થકર પ્રભુજી હતા.
૭ શ્રીઅરનાથ-૧ નામ શ્રીઅરનાથ પ્રભુ, ૨ જન્મભૂમિ હસ્તિનાપુર, ૩ પિતા સુદર્શન રાજા, ૪ માતા દેવીરાણી, ૫ આયુષ્ય વર્ષ ૮૪ હજાર, ૬ દેહમાન ૩૦ ધનુષ્ય, ૭ કુંવરપણું ૨૧૦૦૦ વર્ષ, ૮ મંડલિક રાજાપણું ૨૧ હજાર વર્ષ સુધી, ૯ છ ખંડ સાધવાને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org