________________
| માઁ નમઃ રમી વાવિવાર છે ॥ णमा पंचपत्थाणमयमहप्पहाविय सिरिसूरिमंताराहग-विहियवक्खापण्णत्तिप्पमुहविविहजोगसंदब्भ-तइअंगुत्तप्पवरपंचाइसयपरिमंडिय परमगुरु आयरिय सिरि
विजयणेमिसूरीणं ॥ | પ્રસ્તાવના |
ધરારમ્ | तित्थुद्धारप्पमोय विरइयविविहग्गंथसिठ्ठप्पहावं । दक्ख सहेसणाए वरदरणगुणं भव्वभहस्सहावं ॥ जोगक्खेमप्पवीणं गुणिसमणगणे णासियाणंगचावं । वंदे सद्धम्मवीरं गुणरयणणिहिं गेमिसूरीसरं हं ॥ १ ॥
ધર્મવીર પ્રિય બંધુઓ ! સમ્યગ્દર્શન સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્રની આરાધના કરવા રૂપ મોક્ષ માર્ગના સ્વરૂપને યથાર્થ સ્વરૂપે જણાવનારા દરેક ગ્રંથની કે શાસ્ત્રોની શરૂઆતમાં પ્રસ્તાવનાને યોગ્ય સ્થાન આપેલું જણાય છે, તે પ્રમાણે કરવામાં મુખ્ય મુદ્દો એ છે કે પ્રસ્તાવના એ શાસ્ત્રનું કે ગ્રંથનું અંગ છે, એટલે તેના અધ્યયન-અધ્યાપન વિગેરેમાં પ્રસ્તાવના ભવ્ય જીને પ્રવર્તાવનારી (પ્રવૃત્તિ કરાવનારી) છે. આજ વાતને લક્ષ્યમાં લઈને શ્રી અનુગદ્વાર સૂત્રના રચનારા પરમ ગીતાર્થ સ્થવિર ભગવંતે (૧) ઉપક્રમ (૨) નિક્ષેપ (૩) અનુગમ (૪) નય, આ અનુયાગના ચાર ભેદમાં શરૂઆતમાં ઉપકમને જ કહ્યો છે. એટલે જે શાસ્ત્રને ઉપક્રમ દર્શાવ્યો હોય, તે શાસ્ત્રમાં જ નિક્ષેપાદિનું સ્વરૂપ ઘટાવી શકાય. (૧) ઉપક્રમ (૨) ઉદ્દઘાત (૩) પ્રસ્તાવના આ ત્રણ શબ્દોમાં અર્થભેદ લગાર પણ નથી. એટલે એ ત્રણે નામ એકજ અર્થને જણાવનાર છે. ટીકાકારની પણ એજ ફરજ છે કે ગ્રંથની શરૂઆતમાં પ્રસ્તાવનાને નિર્દેશ જરૂર કરવો જોઈએ. આજ ઈરાદાથી પૂજ્ય શ્રી શીલાંકાચાર્ય, મલધારી શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ વિગેરે મહા પુરૂષોએ પણ શ્રી આચારાંગસૂત્ર, શ્રી અનુગદ્વાર સૂત્ર વિગેરે શાસ્ત્રોની શરૂઆતમાં સંક્ષેપથી પણ પ્રસ્તાવના જણાવી છે, એટલે પ્રસ્તાવના નિર્દેશ કરીને જ ટીકાની શરૂઆત કરી છે. ન્યાય શાસ્ત્ર પણ આ વાતને સંપૂર્ણ સ્વરૂપે ટેકો આપે છે, કારણ કે તે પણ આ પ્રમાણે જાહેર કરે છે કે કઈ પણ કાર્યમાં એકદમ પ્રવૃત્તિ થતી જ નથી. એટલે (૧) અધિકારી (૨) પ્રજન (૩) અભિધેય (૪) સંબંધ આ અનુબંધ ચતુષ્ટય કહેવાય છે. જિજ્ઞાસુ ને ગ્રંથના અધ્યયનાદિમાં જેડે તે અનુબંધ કહેવાય. આ ચાર અનુબંધનું જ્ઞાન થયા બાદ (૧) ઈષ્ટ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org