________________
૧૦૮
[[ શ્રી વિજયપદ્વરિતત્રણ જણ ખેદ પામે છે તે ત્રણના નામ કહે છે – આળસુ અનુપાય વેદી ભાગ્યહીનું ત્રણ વિષે,
આળસુ જનને ગ્રી ડાહ્યા હશે તે ચેતશે. દુખસૂલ નિદ્રા ભવ પ્રમાદ વધારતી તિમ લક્ષ્મીને,
સંહારતી આવું વિચારી છોડો ઝટ એહને. ૧ર૯ અર્થ –(૧) આળસુ એટલે પ્રમાદી, (૨) કાર્યને પાર પાડવાને ઉપાય નહિ જાણુનાર અને (૩) ભાગ્ય હીન, આ ત્રણ જણ ખેદ પામે છે. તેમાં પ્રમાદને પણ ખેદ પામનાર તરીકે ગણાવ્યા છે, માટે જે સમજુ હશે તે ચેતીને ધર્મ કાર્ય કરશે; પરંતુ પ્રમાદ કરશે નહિ, દુ:ખના મૂલ સરખી નિદ્રા સંસારને અને પ્રમાદને વધારે છે, કારણ કે માણસ ઉંઘતો હોય ત્યારે તેનાથી ધર્મ કાર્ય બની શકતું નથી. તેથી સંસાર અને આળસને વધારે છે માટે પ્રમાદને વધારે છે. વળી નિદ્રા લક્ષ્મીને નાશ કરે છે, તે બાબતમાં કહેવત છે કે “ઉંઘતાને પાડે અને જાગતાની ભેંસ.” એ કથા ભાવના કલ્પલતામાં ૧૯૦ મા પાને કહી છે, ત્યાંથી જાણવી. માટે આવી રીતે નિદ્રા નુકસાનકારી છે એમ જાણીને તેને જલ્દી ત્યાગ કર. ૧૨૯
અધર્મ બુદ્ધિને છોડવાનું કહે છે – છે અધર્મ અનિષ્ટ તેમાં જોડીએ નહિ બુદ્ધિને,
એમ કરતાં જીવ પામે નરક કેરા દુઃખને; ઈષ્ટ ધર્મ બુદ્ધિને જે જોડીએ તો મુક્તિના,
કે સ્વર્ગના સુખ પામીએ સાધક થજે જિનધર્મના. ૧૩૦ અર્થ-અધમ અથવા અગ્ય આચરણ નુકસાન કરનાર છે માટે તેમાં બુદ્ધિનો ઉપયોગ કરવો નહિ. કારણ કે અધર્મમાં બુદ્ધિને જોડવાથી જીવને નરકનાં ભયંકર દુઃખ ભોગવવા પડે છે. પરંતુ ઈષ્ટ ધર્મ એટલે આત્માને હિતકારી ધર્મમાં જે બુદ્ધિને જોડીએ તે મુક્તિના કે સ્વર્ગનાં સુખની પ્રાપ્તિ થાય છે, એવું જાણુને હે ભવ્ય જીવો ! આત્માને હિતકારી જેન ધર્મની સાધના તમે જરૂર કરજે. ૧૩૦
આ બધા કાર્યોમાં પ્રમાદ કારણ છે, એમ જણાવે છે – જગતમાં પ્રત્યક્ષ દેખે બહુ જ નહિ સંપદા,
પામે તજીને ધર્મ નવિ વિણસાવતા સવિ આપદા; આધિ વ્યાધિ હીણ બને ના પ્રવર ગુણથી શોભતા,
સ્વર્ગ થીર સુખ મુક્તિપદને પણ કદાપિ ન પામતા. ૧૩૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org