________________
૧૦૬
[ શ્રી વિજ્યપધરિ કૃત
અથવા ન પણ થાય. કારણ કે તાત્કાલિક એગ્ય ઉપાય કરવાથી, અથવા મંત્ર પ્રયોગથી ઝેર ઉતારનાર હોંશિયાર ગારૂડી મળી આવે તો સર્પનું ચઢેલું ઝેર ઉતરી જાય છે અને તેથી તે માણસ બચી પણ જાય છે. પરંતુ અન્યથી એટલે બીજા પ્રમાદ રૂપી સર્ષથી તે જીવનું ભે ભવ મૃત્યુ થાય છે. કારણ કે પ્રમાદને વશ થએલો જીવ ધર્મ કાર્ય નહિ કરી શકવાથી ઘણું ભવ સુધી સંસારમાં જન્મ મરણની પરંપરા કરે છે. જેમ ગારૂડીકેના વિદ્યા મન્નાદિ વડે અને વૈદ્યોના ઔષધિ પ્રયોગ વડે સર્પનું ઝેર ઉતરે છે, માટે સર્પના ઝંખના ઝેરથી મરણ જ થાય એ નિયમ નથી તેમ જ્યોતિશાસ્ત્રમાં અમુક તિથિ નક્ષત્ર વાર વિગેરેમાં કરડેલા સપનું વિષ પણ સાધ્ય અસાધ્ય એટલે ઉતરી શકે કે ન ઉતરી શકે ? આને ખુલાસો આ પ્રમાણે કર્યો છે –
तिथयः पंचमी षष्ठयष्टमी नवमिका तथा । चतुर्दश्यप्यमावास्याऽहिना दृष्टस्य मृत्युदा ॥ १ ॥
અર્થ:-પાંચમ છઠ આઠમ નવમી (નેમ) ચૌદસ અને અમાવાસ્યા એ તિથિએમાં સર્પ કરડ્યો હોય તો મૃત્યુ આપનારી છે. તે સિવાયની તિથિઓ મૃત્યુ આપનારી નથી કે ૧ કે આ બાબતમાં વાર વિગેરેની બીના પણ જરૂર ધ્યાનમાં લેવી જોઈએ એ જણાવે છે –
दष्टस्य मृतये वारा भानुभौमशनैश्चराः ।। प्रातःसंध्याऽस्तसंध्या च संक्रान्तिसमयस्तथा ॥२॥
અર્થ:–રવિવાર મંગળવાર અને શનિવાર એ ત્રણ વારમાં કરડેલે સર્પ મૃત્યુ આપનારે થાય છે. તેમજ પ્રભાતકાળે સંધ્યાકાળે (સાંજરે) અને સંક્રાન્તિના સમયે (એટલે બાર માસની બાર સૂર્યસંક્રાતિ સમયે) પણ કરડેલ સર્પ મૃત્યુ આપનાર થાય છે, અને શેષ વારમાં કરડેલા સર્પનું વિષ સાધ્ય હોય છે. એટલે તે વિષ ઉતરી શકે તેવું હોય છે. જે ૨ ! આમાં નક્ષત્રને વિચાર ઉમે એમ જણાવે છે–
भरणी कृत्तिकाऽश्लेषा विशाखा मूलमश्विनी ।
रोहिण्याा मघा पूर्वा त्रयं दृष्टस्य मृत्यवे ॥ ३ ॥ અર્થ:–ભરણી નક્ષત્ર, કૃતિકા નક્ષત્ર, અલેષા નક્ષત્ર, વિશાખા નક્ષત્ર, મૂળ નક્ષત્ર, અશ્વિની નક્ષત્ર, રેહિણી નક્ષત્ર, આર્કા નક્ષત્ર, મઘા નક્ષત્ર ત્રણ પૂર્વા નક્ષત્ર (એટલે પૂર્વાફાગુની પૂર્વાષાઢા ને પૂર્વા ભાદ્રપદા એ ત્રણ નક્ષત્ર) એ બાર નક્ષત્રમાં કરડે સર્ષ મનુષ્યને મૃત્યુ આપનારો થાય છે, અને શેષ નક્ષત્રમાં કરડેલા સપનું વિષ સાધ્ય-ઉતરી શકે તેવું હોય છે. છે ૩ છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org