SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ] સાધુ અને શ્રાવકના જીવનને નિર્મલ બનાવવા માટે બહુ જરૂરી છે. દ્વાદશાંગી ગણિપિટકના પવાક્ય એટલે ટુંકા સારથી ભરેલું આ ચોથું અંગ છે. (૫) શ્રીભગવતીજીમાં–જીવાજીવ લેકાલેક સ્વસમયાદિનું વિવિધ પ્રકારે વર્ણન છે. બીજા અંગમાં તો એકેક અનુયેગનું વર્ણન છે, પણ અહિં તે ચાર અનુયેગનું સ્વરૂપ જણાવ્યું છે, તેમાં પૂજ્ય શ્રીગૌતમાદિ ગણધર, બાલ મુનિરાજ શ્રીઅતિમુક્ત મહારાજ વિગેરેનું પવિત્ર વર્ણન સાધુજીવનને ઉજ્વલ બનાવવા માટે અપૂર્વ સાધન છે, તેવી જ રીતે તુંગીયા નગરીના શ્રાવક જયંતિ શ્રાવિકાદિનું વર્ણન શ્રાવકજીવનને ઉજ્વલ બનાવવા માટે અપૂર્વ સાધન છે. (૬) શ્રી જ્ઞાતાધર્મ કથાગ નામના છઠ્ઠા અંગમાં શૈલક રાજર્ષિ, દ્રૌપદી શ્રાવિકા વિગેરેનું વર્ણન તથા પ્રસંગેપાત બીજી પણ ઔપદેશિક બીના આવે છે. . (૭) શ્રીઉપાસકદશાંગ સૂત્રમાં (૧) સાત્વિક જીવન ગુજારનારા મહાધર્મિષ્ઠ શ્રાવક શ્રી આનંદ કામદેવ વિગેરે ભવ્ય અને ત્રિશલાનંદન કાશ્યત્રીય પ્રભુ શ્રી મહાવીર પરમાત્માને સમાગમ કઈ રીતે થયો ? (૨) તથા પ્રભુ દેવે સમ્યગ્દર્શન સહિત બારે વ્રતનું સ્વરૂપ સમજાવીને કઈ રીતે દેશવિરતિ ધર્મને અંગીકાર કરાવ્યો? (૩) દશે શ્રાવકે પિતાનું કેવું નિર્મલ શ્રાવક જીવન ગુજારે છે? (૪) કઈ રીતે તેઓએ શ્રાવક ધર્મની અગીઆર પ્રતિમાઓ વહન કરી ? (૫) દેએ કરેલા ઉપસર્ગના પ્રસંગમાં પણ કઈ રીતે ધર્મની શ્રદ્ધા ટકાવે છે? (૬) એમની ધર્મારાધનમાં દઢતા જોઈને પ્રભુ દેવે શ્રીગૌતમ મહારાજાદિ મુનિવરેને કેવી શિખામણ આપી? (૭) શ્રીઆનંદ શ્રાવકને કેવી સ્થિતિનું અવધિજ્ઞાન થાય છે? (૮) અંતિમ સમયે તેઓ કેવા પ્રકારની સંલેખના કરીને સમાધિ મરણે મરણ પામીને ક્યા દેવ લેકમાં ઉપજ્યા ? ત્યાંથી આવીને કયા ક્ષેત્રમાં અવ્યાબાધ સુખમય મુક્તિપદને પામશે ? વિગેરે પ્રશ્નોના સ્પષ્ટ ખુલાસા આ સૂત્રમાંથી મળી શકે છે. આ બીનાને સાંભળનારા ભવ્ય જીને આમાંથી સમજવાનું મલી શકે છે. શ્રીઆનંદાદિ શ્રાવકની માફક નિવૃત્તિમય જીવન ગુજારવામાં જ ખરૂં આત્મહિત સમાએલું છે. વિનશ્વર દારિક દેહ અનેક વાર મળ્યો છે, અને મળે છે. પણ પ્રભુએ કહેલે ત્રિપુટી શુદ્ધ ધર્મ મળ મહા મુશ્કેલ છે. આજ ઈરાદાથી વિકટ ઉપસર્ગના પ્રસંગે પણ તેઓએ પિતાના શરીરની ઉપર પણ મમત્વ ભાવ રાખ્યો નથી. આ સૂત્રમાં ફક્ત દશ શ્રાવકેની જ બીના હાવાથી “શ્રી ઉપાસક દશાંગ” આવું નામ પાડ્યું છે. (૯) શ્રીઅંતકૃદશાંગ સૂત્રમાં – વર્ગ છે અને તેમાં શરૂઆતમાં દ્વારિકા, રૈવતક પર્વત અને સુરપ્રિય યક્ષાયતન, તથા કૃષ્ણ મહારાજનું વર્ણન આવે છે. તથા શ્રીગૌતમકુમાર, વહ્નિકુમાર વિગેરે પ્રભુ શ્રી નેમિનાથની દેશના સાંભળીને સંયમધર્મની સાધના કરે છે, અગીઆર અને અભ્યાસ કરે છે, અને તેઓ છેવટે તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની ઉપર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy