________________
ર
. [ શ્રી વિજયપધરિત तन्नाद्भुतं खगकुलेषु हि तामसेषु ।
सूर्यां शवो मधुकरीचरणावदाता: ॥ ३ ॥ આને અર્થ ઉપર જણાવ્યા છે. ૯૩. ચાલુ પ્રસંગે પ્રભુને વરસાદની ઉપમા આપે છેવરસાદ વરસે સવિ થલે પણ છીપમાં મેતી બને,
જલબિંદુ અહિ મુખ ઝેર અંગે ભેદ પાત્રાપાત્રને; વૃષ્ટિ જલસમ દેશના જીવ ભવ્ય છીપની જેહવા,
ન મુક્તિ કદી ન લહે અભવ્ય સર્પ મુખની જેહવા. ૯૪ અર્થ --વરસાદ સઘળાં સ્થળમાં વરસે છે તે છતાં છીપને વિષે સ્વાતિ નક્ષત્રમાં પડેલું તે જ વરસાદનું ટીપું મેતી બને છે. અને જે વરસાદનું બિન્દુ સર્પના મુખમાં જાય છે તે ઝેર રૂપે બની જાય છે, અહીં પણ તે તેનું તેજ છે, પરંતુ પાત્રાપાત્ર એટલે પાત્ર અને અગ્ય પાત્રના ભેદને લીધે ફેરફાર જણાય છે. આને ઉપનય (ઘટના) આ પ્રમાણે–વરસાદના પાણી સમાન જિનેશ્વરની દેશના જાણવી. અને ભવ્ય જ છીપના સરખા જાણવા. એટલે ભવ્ય જીવોની ઉપર તે દેશનાની અસર વૈરાગ્યભાવ વગેરે થાય છે. અને સર્પના જેવા અભવ્ય જી જાણવા એટલે તેના ઉપર દેશનાની અસર થતી નથી. ભાવાર્થ એ કે અસર નહિ થવામાં દેશનાની ખામી નથી, પરંતુ તે સાંભળનાર ભવ્ય અને અભવ્ય જીવ રૂપી પાત્ર અપાત્રને તફાવત તેજ અહીં દેશનાની અસર થવામાં અને નહિ થવામાં કારણ તરીકે સમજ. એટલે પાત્રને બંધ થાય, અને કુપાત્રને બંધ ન થાય. ૯૪
ગણધરે શબ્દવૃષ્ટિને ઝીલીને કઈ રીતે સૂત્ર બનાવે તે દાખલ દઈને સમજાવે છે – બીજાદિ બુદ્ધિ સ્વરૂપ પટમાં શબ્દ વૃષ્ટિ ઝીલીને,
સૂત્રરૂપે ગૂંથતા ગણી જેમ મોળી માલને, તીર્થપતિના શ્રેષ્ઠ વચને ફૂલ જેવા માનીએ,
સૂત્રરચના હેતુ પ્રવચન ભદ્ર ઈમ આવશ્યક. ૫ અર્થ–બીજબુદ્ધિ (એટલે જે બુદ્ધિ વડે પહેલાં નહિ સાંભળેલી એવી વસ્તુ સંબંધી એક અંશ રૂપ બીજને પામીને તે સંપૂર્ણ જાણી શકે છે. આવી બુદ્ધિ ગણધરને હોય છે કે જેઓ પ્રભુ પાસેથી ત્રિપદીને મેળવીને આગમની રચના કરે છે.) વગેરે બુદ્ધિ રૂપી વસ્ત્રમાં, શબ્દ એટલે જિનેશ્વરે કહેલ અર્થ રૂપી ફૂલની વૃષ્ટિને ઝીલીને ગણી એટલે ગણધર મહારાજ તેને સૂત્ર રૂપે ગુંથે છે. જેવી રીતે માળી ઝાડ ઉપરથી ફૂલને ગ્રહણ કરીને તેની માળા બનાવે છે તેવી રીતે પૂજ્ય શ્રી ગણધર ભગવંતે અર્થ રૂ૫ ફૂલની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org