SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનચિંતામણિ ] ધાન્ય નહિ ખાઈ શકે” ખેડુતોએ કહ્યું કે અમને છીંકુ બાંધતાં નથી આવડતું, ત્યારે પ્રભુએ બળદના મેઢે છીંકુ બાંધ્યું તેથી બળદેએ ૩૬૦. નિસાસા મૂક્યા. એમ બળદેને દુઃખ દેવાથી જે લાભાંતરાય કર્મ બાંધ્યું તેને અબાધા કાલ વીત્યા બાદ દીક્ષાના દિવસે ઉદય થયો, અને સાધિક વર્ષ સુધી તે ઉદય ચાલુ રહ્યો. કર્મ ક્ષીણ થયા બાદ પ્રભુને આહાર મળે. - આ આહાર દેવાના પ્રભાવે શ્રેયાંસકુમાર મુક્તિપદ પામ્યા. બાકીના તીર્થકરેએ પરમાન્ન (ખીર) થી પારણું કર્યું હતું. પ્રથમ પારણું કર્યા બાદ પ્રભુ ૧૦૦૦ વર્ષ સુધી છવસ્થપણુમાં વિચર્યા. ત્યાર બાદ અમના તપમાં રહેલા પ્રભુને ફાગણ વદિ અગિયારસે પુરિમતાલ નગરે ક્ષપકશ્રેણિમાં ચઢતાં ધ્યાનાન્તરીયકાલે કલેક પ્રકાશક કેવલજ્ઞાન પ્રકટ થયું. પ્રભુદેવે તીર્થની સ્થાપના કરી. તેમને શ્રી પુંડરીકાદિ ૮૪ ગણધરે, ૨૦૬૦૦ વૈક્રિયલબ્ધિવાલા મુનિઓ, ૧૨૬૫૦ વાદિ મુનિએ, ૨૦૦૦૦ કેવલી મુનિઓ, ૧૨૫૦ ચઉનાણી મુનિવરે, ૯૦૦૦ અવધિજ્ઞાની, ૪૭૫૦ ચૌદપૂવઓ, ૮૪૦૦૦ સાધુએ, બ્રાહ્મી આદિ ૩૦૦૦૦૦ સાધ્વીઓ, ૩૦૫૦૦૦ શ્રાવકે, ૨૫૪૦૦૦ શ્રાવિકાઓ–એ પ્રમાણે પરિવાર હતે. પદ્માસને છ ઉપવાસ કરી મહા વદિ તેરસે અષ્ટાપદ પર્વતની ઉપર પ્રભુ સિદ્ધિપદ પામ્યા. આસન્નસિદ્ધિક ભવ્ય જીવો આ બીનાને ધ્યાનમાં લઈને વષીતપ કરે છે. તેને સંક્ષિપ્ત વિધિ (તપાવલિમાં કહ્યા મુજબ) આ પ્રમાણે જાણુ-એકાંતરે ઉપવાસ કરવા, પારણું બેસણું, બે વખત પ્રતિક્રમણ તથા પૂજા વગેરે. “શ્રી ગાદ્રિનાથાય નમ: આ પદની વીસ નેકારવારી ગણવી. સાથિયા, પ્રદક્ષિણા, ખમાસણા બાર બાર, ૧૨ લેગસને કાઉસ્સગ્ગ. ફાગણ વદિ આઠમથી શરૂઆત કરાય છે. ત્રણ માસીના છદ્ર વગેરે અને વૈશાખ સુદિ ત્રીજે છ આદિ યથાશક્તિ તપ કરી પારણું કરે. ઠામ ચઉવિહાર કરે. આની સવિસ્તર બીને તપોરત્ન મહોદધિ આદિ ગ્રંથોથી જાણું લેવી. એ પ્રમાણે ભવ્ય જીવો અખાત્રીજનું રહસ્ય જાણવા ઉપરાંત વષીતપની, સુપાત્રદાનની, લાભાન્તરાયાદિ કર્મબંધની બીના જાણી કર્મના બંધથી બચી સુપાત્રદાનનો લાભ લેવા પૂર્વક શીલ, તપ, ભાવનાની નિર્મલ સાધના કરી અક્ષય સુખમય મુક્તિપદને પામે. ૪૮ પ્રભુને છદ્મસ્થ કાલ તથા કેવલજ્ઞાનની પ્રાપ્તિ જણાવે છે – છમસ્થ ભાવે વિહરતા પ્રભુ વર્ષ સહસ મહી તલે, નિરૂપસર્ગપણે વદી એકાદશી શુભ વાસરે; ફાગુને ધનુરાશિ ઉત્તરાષાઢ વડ તરૂની તલે, શકટ મુખ ઉઘાનના શ્રી પુરિમતાલ પ્રવર પુરે. ૪૯ કેવલજ્ઞાન પામવાને ટાઈમ વિગેરે જણાવે છે... . અમતપે પવહમાં ચઉ, ઘાતી કર્મોને હણી, ( ધ્યાનાક્તરીએ કેવલી હવે ભુવન ચિંતામણિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy