________________
દેશનાચિંતામણિ ] જા. સમ્યકત્વ પામ્યા પછી ભવની ગણત્રી ગણવાની અપેક્ષાએ પ્રભુ (૧) પહેલા ભવમાં ધન સાર્થવાહ હતા. (૨) બીજા ભવમાં યુગલિયા હતા. (૩) ત્રીજા ભવમાં દેવતા હતા. (૪) ચેથા ભવમાં મહાબલરાજા હતા. (૫) પાંચમે ભવે લલિતાંગ નામે દેવ થયા. (અહીંથી શ્રેયાંસના સંબંધની બીના શરૂ થઈ. અહીં શ્રેયાંસને જીવ પહેલાં ધર્મિણી નામની સ્ત્રીના ભવમાં નિયાણું કરીને તે ( શ્રેયાંસને જીવ) લલિતાંગદેવની સ્વયંપ્રભા નામે દેવી થઈ હતી. (૬) છઠ્ઠા ભવમાં લલિતાગ (પ્રભુ) ને જીવ વસુંધર રાજા થયો. શ્રેયાંસને જીવ તેમની શ્રીમતી નામે રાણું છે. (૭) સાતમે ભવે બંને યુગલિયા થયા. (૮) આઠમે જે પહેલા સૌધર્મ દેવ કે બંને દેવતા થયા. (૯) નવમે ભવે પ્રભુને જીવ છવાનન્દ નામે વૈદ્ય થયે, ત્યારે શ્રેયાંસને જીવ તેમને પરમ મિત્ર કેશવ નામે શ્રેષ્ઠિ પુત્ર હતો. (૧૦) દશમાં ભવે બારમા અચુત દેવ લેકે બેઉ જણા મિત્ર દેવ થયા. (૧૧) અગિયારમા ભવે પ્રભુ ચક્રવતિ થયા ત્યારે શ્રેયાંસને જીવે તેમને સારથિ હતે. (૧૨) બારમા ભવે બંને સર્વાર્થસિદ્ધ વિમાને દેવ હતા, અને (૧૩) તેરમા ભવે પ્રભુ તીર્થકર થયા અને શ્રેયાંસને જીવ તેમને શ્રેયાંસ નામે પ્રપૌત્ર થયે. એમ નવે ભવને સંબંધ જાતિસ્મરણ જ્ઞાનથી શ્રેયાંસે જાયે.
પોતે પહેલાં સાધુપણું અનુભવેલું હતું, તેથી શ્રેયાંસે વિચાર્યું કે આ (હાથી આદિનું દાન દેનાર ) લેકે બીનસમજણથી યેગ્ય દાન ધર્મને જાણતા નથી. જે પ્રભુએ ત્રણે ભુવનના રાજ્યને ત્યાગ કરી સંયમજીવનને આદર્યું છે, તે પ્રભુ રાગ દ્વેષ વગેરે અનેક અનથના કારણભૂત મણિ આદિ પરિગ્રહને શી રીતે ? જાતિસ્મરણથી હું દાનવિધિ જાણું છું, માટે તે પ્રમાણે કરી બતાવું.” એમ વિચારી શ્રેયાંસકુમારે ગેખમાંથી જ્યાં પ્રભુ ઉઠ્યા હતા ત્યાં આવીને ત્રણ પ્રદક્ષિણા દેઈ, બે હાથ જોડી, નમસ્કાર કરી, આગલ ઉભા રહી, ઉલ્લાસપૂર્વક આ પ્રમાણે વિનંતિ કરી કે-“હે કૃપાસમુદ્ર, અઢાર કેડાછેડી સાગરોપમ જેટલા કાલ સુધી વિચ્છેદ પામેલે “સાધુને નિર્દોષ આહાર લેવાને વિધિ” પ્રગટ કરે, અને મારે ઘેર શેલડીના રસના જે ૧૦૮ ઘડાઓ ભેટ આવેલા છે તે પ્રાસુક આહારને કૃપા કરી વહારી ( ગ્રહણ કરી) મારે ભવસમુદ્રથી નિસ્તાર કરે ! આપનાં દર્શનના પ્રભાવે જ મને પ્રગટ થયેલ જાતિસ્મરણ જ્ઞાનથી હું સમજી શકું છું કે –“શીલ, તપ અને ભાવનાથી ચૂકેલ ભવ્ય જીવો દાનરૂપી પાટિયા વિના ભવસમુદ્ર ન જ તરી શકે. પરમ પુણ્યોદયે ઉત્તમ ચિત્ત, વિત્ત અને પાત્રને મને સમાગમ થયો છે, માટે કૃપા કરી મારે હાથે દાન ગ્રહણ કરી મને ભવસમુદ્રને પાર પમાડે. ” આ વિનંતિનાં વચન સાંભળી ચતુર્ગાની પ્રભુએ ઈશ્નરસને નિર્દોષ જાણી બંને હાથ ભેગા કરી આગળ ધર્યો, ત્યારે શ્રેયાંસે આનંદનાં આંસુ લાવીને, મરાય વિકસ્વર થઈને “આજે હું ધન્ય છું કૃતાર્થ છું” એમ બહુમાન અને અનુમોદના ગર્ભિત વચને બોલવાપૂર્વક શેલડીને રસ હેરાવ્યું. શ્રેયાંસે દાનના પાંચે હષણે દૂર કરી પાંચ ભૂષણે સાચવ્યાં હતાં. તે આ પ્રમાણે-- अनादरो विलंबश्व, वैमुख्यं विप्रियं वचः । पश्चात्तापश्च पंचामी, सदानं दूषयंत्यमी ॥ १ ॥ भानन्दाणि रोमाञ्चः, बहुमानं प्रियं वचः । ।कचानुमोदना पात्र-दानभूषणपंचकम् ॥ २॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org