________________
દેશનાચિંતામણિ ]
- ૫૭ અર્થ –તે વખતથી વૈશાખ સુદ ત્રીજને દિવસ અક્ષય તૃતીયા નામથી પ્રસિદ્ધિ પામ્યો. દાનના અવસરે પ્રભુને પુણ્યના માહાયથી પાંચ દિવ્ય પ્રગટ થયા. તે વખતે ભક્તિથી ઉભરાએલા હદયવાળા દેવતાઓએ સાડાબાર કોડ સોનૈયાની વૃષ્ટિ કરી. અને સંસારરૂપી સમુદ્રને ચૂલ એટલે ઘણે ના બનાવી દીધો. એટલે તેમણે સંસારમાં રખડવાનું ઘણું ઓછું કર્યું. અહીં અક્ષય તૃતીયા (અખાત્રીજ) ની બીના જાણવા જેવી છે. તે ટૂંકામાં આ પ્રમાણે જાણવી –
અક્ષય તૃતીયા. અનાદિ કાલીન જૈનદર્શનમાં ગણાવેલા સર્વમાન્ય પર્વોમાં અક્ષય તૃતીયા (ઇક્ષુ તૃતીયા =અખાત્રીજ) પણ એક પર્વ ગણેલું છે. આ દિવસને પર્વ દિન તરીકે કયા હેતુથી માનવામાં આવે છે? આ પ્રશ્ન) ને ખુલાસે ટુંકમાં આ પ્રમાણે જાણ-યુગાદિ પ્રભુશ્રી ગષભદેવના પારણાને અંગે આ દિવસ પર્વ તરીકે મનાય છે, તેથી અષભદેવ ભગવંતની બીના જણાવવી, એ અસ્થાને ન જ ગણાય.
| | उसहस्सय पारणए, इक्खुरसो आसि लोगनाहस्स।सेसाणं परमन्नं दिव्याई पंच हाज्ज तया ॥१॥ रिसहेससमं पत्त, निरवज्जमिक्खुरससमं दाणं। सिज्जससमा भावो, जह होज्जा वछिय णियमा ॥२॥
પ્રથમ તીર્થકરને જીવ તેર માંના પશ્ચાનુપૂર્વીક્રમે ત્રીજા ભવમાં જિનનામકર્મને, વીસે સ્થાનકેની આરાધના કરીને નિકાચિત બનાવી બારમા ભવે, સર્વાર્થસિદ્ધવિમાનજે અનુત્તર વિમાનનાં પાંચ વિમાનની મધ્યમાં રહેલ છે, અને જ્યાં સમ્યગ્દર્શન પૂર્વક ચારિત્ર સાધનાથી જ મનુષ્ય જઈ શકે, તથા જ્યાં રહેલા દેવો એકાવતારી હોય છે, અને તેત્રીશ સાગરેપમ પ્રમાણ અજઘન્યત્કૃષ્ટ આયુવાલા હાય છે–તેનાં વિનશ્વર દિવ્ય સુખ ૩૩ સાગરોપમ સુધી જોગવીને, અષાડ વદિ ચેાથે સાત કુલકરીમાંના વિનીતા નગરીના રાજા શ્રી નાભિ રાજાની મરૂદેવી માતાની કુક્ષિમાં પધાર્યા. નવ માસ અને ૪ દિવસ વીત્યા બાદ સાથળમાં વૃષભ લંછનવાળા શ્રી પ્રથમ તીર્થંકર ધન રાશિ ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચૈત્ર વદિ આઠમે અર્ધરાત્રીએ જન્મ પામ્યા. પાંચસે ધનુષ્યની સુવર્ણવણું કાયાના ધારક પ્રભુદેવ અનુક્રમે મોટા થયા. ૨૦ લાખ પૂર્વ કાળ સુધી કુમાર અવસ્થામાં રહ્યા. ઈ વિનીતા નગરી વસાવી રાજ્યાભિષેક કર્યો. ૬૩ લાખ પૂર્વો સુધી રાજાપણું ભગવ્યું,
૧. પહેલા અને છેલ્લા તીર્થકરે વીસે સ્થાનકેની આરાધના કરી છે. અને બાકીના બાવીશ તીર્થકરોએ એકાદિ સ્થાનકની સાધના કરી છે. આની સવિસ્તર બીના ત્રિષડીય ચરિત્ર, શ્રી વિંશતિ સ્થાનમૃત સંગ્રહ આદિથી જાણી લેવી. •
૨. સર્વે તીર્થકરેના મધ્ય રાતે જ જન્મ થાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org