SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૦ બૃહત ક્ષેત્ર સમાસ * પહેલો જંબૂદ્વીપ તેને ફરતો લવણસમુદ્ર, તેને ફરતો બીજો ધાતકીખંડદ્વીપ, તેને ફરતો કાલોદધિસમુદ્ર, તેને ફરતો ત્રીજો પુષ્કરવરદ્વીપ તેને ફરતો પુષ્કરવરસમુદ્ર, તેને ફરતો ચોથે વાણુવરદ્વીપ તેને ફરતો વાણીવરસમુદ્ર, તેને ફરતો પાંચમો ક્ષીરદીપ તેને ફરતે ક્ષીરસમુદ્ર, તેને ફરતે છઠો વૃતદ્વીપ તેને ફરતો વૃતસમુદ્ર, તેને ફરતો સાતમે ઈક્ષદ્વીપ તેને ફરતો ઈશ્નસમુદ્ર, તેને ફરતા આઠમ નંદીશ્વરદ્વીપ આવેલો છે. તેનું વર્ણન ટુંકમાં આ પ્રમાણે છે. સાતમા ક્ષીરસમુદ્રની ફરતો વલયાકારે નંદીશ્વરદીપ વિસ્તારમાં બધી બાજુ ૧૬૩૮૪ લાખ એટલે એક અબજ ત્રેસઠકોડ, ચોર્યાસી લાખ યજનના વિરતારવાળો છે. તેમાં સ્થાને સ્થાને પાવર વેદિકાઓ, વનખંડો, નાની-મોટી વાવડીઓ, વા, સર્વરત્નમય ઉત્પાતપર્વત, આસન વગેરે આવેલાં છે. દેવ-દેવીઓને અત્યંત પ્રિય છે. તેથી બેસવું, સુવું, ફરવું વગેરે આનંદપ્રમોદ કરે છે. આ દ્વીપની ચારે દિશામાં પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં મધ્ય ભાગમાં એક એક અંજનગિરિ નામને પર્વત આવેલું છે. એટલે એક પૂર્વ દિશામાં દેવરમણ નામન, બીજે દક્ષિણ દિશામાં નિધોત નામને, ત્રીજો પશ્ચિમ દિશામાં સ્વયંપ્રભ નામને અને એથે ઉત્તર દિશામાં રમણીય નામને અંજનગિરિ છે. આ પર્વ ૮૪૦૦૦ જન ઉંચા, જમીનમાં અંદર ૧૦૦૦ એજન મૂલમાં, ૧૦૦૦૦ એજનથી અધિક ભૂમિભાગે, ૧૦૦૦૦ જન વિસ્તારવાળા અને ઉપરના ભાગે ૧૦૦૦ જન વિરતારવાળા છે. પર્વતની જમીનમાં પરિધિ ૩૧૬ ૨૩ એજનમાં કંઈક ન્યૂન એજન, ઉપરના ભાગે ૩૧૬૨ યોજનાથી કંઈક અધિક પરિધિ છે. મૂલમાં વિસ્તારવાળો પછી ક્રમે ક્રમે સાંકડો થતો ઉપર પાતળે ગોપૃચ્છ સંસ્થાન–આકારવાળા છે. નિર્મળ અંજનરત્ન-શ્યામરત્નમય શ્યામવર્ણવાળા છે. દરેક પર્વત ઉપર પદ્મવર વેદિકા, વનખંડ વગેરે હોવાથી અત્યંત રમણીય છે. આ અંજનગિરિ પર્વતના ઉપરના મધ્ય ભાગમાં સિદ્ધાયતન-શ્રી જિનભવન છે. તે ૧૦૦ ોજન લાંબુ, પ૦ એજન પહેળું, ૭૨ યોજન ઉંચુ, અનેક મણિમય સ્તંભેથી યુક્ત સુધર્માસભાસમાન વર્ણનવાળું છે. જિનભવનને ચારે દિશામાં એક એક દ્વાર ૧૬ જન ઉંચા અને ૮ યોજન પહોળા છે. તેમાં પૂર્વ દિશામાં દેવદ્રાર છે અને તેને અધિપતિ દેવ નામને દેવ છે. દક્ષિણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005482
Book TitleBruhat Kshetra Samas Part 02
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherTarachand Ambalal Sha
Publication Year1978
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy