SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ બૃહત્ ક્ષેત્ર સમાસ હવે દરેક દ્વીપ–સમુદ્રના ગ્રહ, નક્ષત્ર, તારાની સંખ્યા જાણવાનો ઉપાય કહે છે. रिक्खगहतारग्गं, दीवसमुद्दे जइच्छसे नाउं। તમહં ળિયું, વિતામw તા૭(૬૪) છાયા–ત્રણપ્રદ્યુતારા દ્વીપણુ જીવિજ્ઞાણ . तस्य शशिभिर्गुणितं ऋक्षग्रहताराग्रं तु ॥७४॥ અર્થ–જે દ્વીપ–સમુદ્રમાં નક્ષત્ર, ગ્રહ, તારાની સંખ્યા જાણવાની ઈચ્છા હોય તેના ચંદ્રો વડે નક્ષત્ર, ગ્રહ, તારાની સંખ્યાને ગુણવા. - વિવેચન–અહીં ગાથામાં અગ્ર શબ્દ પરિમાણ–સંખ્યા વાચી છે. જે દ્વીપ અથવા સમુદ્રમાં નક્ષત્રની સંખ્યા, ગ્રહની સંખ્યા કે તારાની સંખ્યા જાણવાની ઇચ્છા હોય તો તે દ્વીપસમુદ્રમાં જેટલા ચંદ્રો હોય તે પ્રમાણે એક ચંદ્રના પરિવાર ભૂત નક્ષત્રની સંખ્યા, ગ્રહની સંખ્યા તથા તારાની સંખ્યા હોય તે સંખ્યાથી ગુણવા. જે સંખ્યા આવે તે પ્રમાણે તે તે દ્વીપ કે સમુદ્રમાં તેટલી સંખ્યામાં નક્ષત્ર, ગ્રહ, તારા જાણવા. - દા. ત. લવણ સમુદ્રમાં નક્ષત્રાદિની સંખ્યા જાણવાની ઈચ્છા છે તે લવણસમુદ્રમાં ૪ ચંદ્રો છે, તેથી એક ચંદ્રના પરિવારભૂત ૨૮ નક્ષત્રો, તેથી ચારને ૨૮ થી ગુણતા ૪x૨૮=૧૧૨. લવણસમુદ્રમાં ૧૧૨ નક્ષત્રો છે. તે પ્રમાણે ૮૮ ગ્રહ છે એટલે ૪૪૮૮=૩૫૨. લવણસમુદ્રમાં ૩૫૨ ગ્રહે છે. તે પ્રમાણે ૬૬૯૭૫ કડાછેડી તારા છે. એટલે ૬ ૬૯૭૫*૪=૩૬ ૭૯૦૦ કડાકડી, લવણ સમુદ્રમાં ૨૬ ૭૯૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦(સોળ મીંડા) તારાની સંખ્યા છે. લવણ સમુદ્રમાં ૪ ચંદ્રો, ૪ સૂર્યો છે. એમ આગળ કહી ગયા છીએ. આ પ્રમાણે સધળાંએ દ્વીપ સમુદ્રમાં જેટલાં ચંદ્રો હોય. તે સંખ્યાને નક્ષત્રો. જાણવા ૨૮ થી ગુણતા, ગ્રહો જાણવા માટે ૮૮ થી ગુણતા અને તારે જાણવા માટે ૬૬૯૭૫ કોટાકેટીથી ગુણતા તે તે દ્વીપ સમુદ્રમાં નક્ષત્ર, ગ્રહ અને તારાની સંખ્યા જાણી શકાય. આ રીત પ્રમાણે નક્ષત્ર, ગ્રહ અને તારાની સંખ્યા જાણું લેવી. ૭૪. (૬૫૪) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005482
Book TitleBruhat Kshetra Samas Part 02
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherTarachand Ambalal Sha
Publication Year1978
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy