________________
૪૦૧
નદષ્ટિએ મહા ભૂગળ-ચંદ્ર આદિની સંખ્યા
હવે કાલેદધિ સમુદ્ર વગેરેમાં ચંદ્ર-સૂર્યની સંખ્યા માટેની રીત કહે છે. धायइसंडप्पभिई, उद्दिट्ठा तिगुणिया भवे चंदा।
आइल्लचंदसहिया, अणंतराणंतरे खित्ते॥७३॥(६५३) છાયા વાતવલીવામૃતદિલિપુન મન્તિ ના
आदिमचन्द्रसहिता अनन्तरान्तरे क्षेत्रे ॥७३॥
અર્થ–ધાતકીખંડ આદિમાં કહેલા ચંદ્રોને ત્રણ ગુણા કરી પહેલાના ચંદ્રો સહિત કરતા તે પછીના ક્ષેત્રમાં હોય છે. - વિવેચન-ધાતકીખંડ પછીના દીપ-સમુદ્રોના ચંદ્રો-સૂર્યોની સંખ્યા જાણવા માટે કહે છે કે ધાતકીખંડ પછીના દ્વીપ-સમુદ્રોમાંના ચંદ્રો-સૂર્યો જાણવા માટે છેલ્લા દ્વીપ કે સમુદ્રમાં જેટલા જેટલા ચંદ્રો કે સૂર્યો હેય તેને ત્રણ ગુણા કરી તેના પહેલાના દ્વીપ-સમુદ્રમાં રહેલા ચંદ્ર-સૂર્યની સંખ્યા ઉમેરવી ઉમેરતા જે સંખ્યા થાય તેટલી સંખ્યાના ચંદ્રો અને સૂર્યો તે તે દ્વીપ–સમુદ્રમાં જાણવા.
કાલોદધિ સમુદ્રમાં કેટલા ચંદ્રો અને સૂર્યો હોય તે જાણવા છે. તે ધાતકીખંડમાં ૧૨ ચંદ્રો કહ્યા છે. એટલે ૧૨*૩=૩૬ થયા. હવે તે પહેલાના જંબુદ્વીપના ૨, લવણ સમુદ્રના ૪, ૨+૪=૬. ૩૬મા ૬ ઉમેરતાં ૩૬+=૪૨ થયા. એટલે કાલોદધિ સમુદ્રમાં ૪૨ ચંદ્રો અને ૪૨ સૂર્યો જાણવા.
આ રીત પ્રમાણે આગળ આગળના દ્વીપસમુદ્રમાં ચંદ્ર-સૂર્યો જાણવા માટે ઉપરની રીત મુજબ ગણિત કરવું.
કાલોદધિ સમુદ્રમાં ૪૨ ચંદ્રો છે એટલે
૪ર૪૩=૧૨૬. કાલેદધિ પહેલાના ૨ જી ૪ લવણામ ૧૨ ધાતકી ખંડના ૨+૪+૧૨=૧૮ થયા, તે ૧૨૬ માં ઉમેરતાં ૧૨૬+૧૮=૧૪૪ થાય એટલે પુષ્કરવર દ્વીપમાં કુલ ૧૪૪ ચંદ્રો અને ૧૪૪ સૂર્યો હોય છે. તેના અડધા ભાગમાં એટલે પુષ્કરવરાર્ધમાં ૧૪૪ના અડધા ૭૨ ચંદ્રો અને ૭૨ સૂર્યો છે. ૭૩ (૬૫૩)
૫૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org