________________
જૈનદષ્ટિએ મહા ભૂગોળ-ગંગા નદીનું સ્વરૂપ
૩૦૧ षट् योजनानि सक्रोशानि प्रवहे गङ्गानद्याः विस्तारः । क्रोशाधं अवगाहः क्रमशः परिवर्धमाना ॥२२२॥ मुखमूले विस्तीर्णा द्वापष्टिर्योजनानि अधं च ।
उद्वेधेन सक्रोशं योजनमेकं विजानाहि ॥२२३॥
અર્થ–ગંગાપ્રપાત કુંડના દક્ષિણ દરવાજેથી નીકળીને ચૌદહજાર નદીઓ સાથે સમુદ્રમાં પ્રવેશે છે.
ગંગા નદીને પ્રવાહ છે કે જન એક ગાઉને અને ઉંડાઈ અડધા ગાઉની છે. જે ક્રમસર વધતી જાય છે.
મુખમૂલે-સમુદ્રમાં પ્રવેશતાં સાડાબાસઠ જનનો વિસ્તાર અને એક યોજના એક ગાઉની ઉંડાઈ જાણવી.
વિવેચન—ગંગા મહાનદી હિમવંત પર્વત ઉપરથી ગંગાપ્રપાત નામના કુંડમાં પડે છે. પછી ગંગાપ્રપાત કુંડના દક્ષિણ દિશાના તારણમાંથી નીકળીને દક્ષિણમાં ઉત્તર ભરતાર્થ ક્ષેત્રમાં આગળ વધે છે. વૈતાઢય પર્વત સુધી પહોંચતા ઉત્તર ભરતાર્ધ ક્ષેત્રની ૭૦૦૦ નદીઓ ભેગી મળે છે, પછી વૈતાઢય પર્વતના નીચેના ભાગને ભેદતી દક્ષિણ ભરતા ક્ષેત્રમાં આવે છે. મધ્ય ભાગ સુધી દક્ષિણ દિશા તરફ વહીને પછી પૂર્વ દિશા તરફ પ્રવાહ બદલાય છે અને પૂર્વ તરફ આગળ વધતી પૂર્વ દિશા તરફની જગતી પાસે આવતા દક્ષિણ ભરતાધ ક્ષેત્રની બીજી ૭૦૦૦ નદીઓ ભેગી થાય છે. કુલ ૧૪૦૦૦ નદીઓના પ્રવાહ સાથે જગતીને ભેદીને સમુદ્રમાં મળી જાય છે.
ગંગા મહાનદી પદ્મદ્રહમાંથી નીકળી હિમવંત પર્વત ઉપર વહે છે ત્યાં સુધી નદીનો પ્રવાહ દા જન પહોળો અને તેને ગાઉની ઉંડાઈ હોય છે તથા ગંગાપ્રપાત કુંડના દક્ષિણ તેરણથી નીકળતાં પણ ગંગા નદી ૬ જન વિરતારવાળી અને બે ગાઉની ઉંડાઈ હોય છે. ત્યાર પછી જેમ જેમ ગંગા નદી આગળ વધે છે તેમ તેમ નદીનો પ્રવાહ અને ઉંડાઈ વધતી જાય છે યાવત જગતીને ભેદીને સમુદ્રમાં પ્રવેશે છે. ત્યારે ગંગા નદીને પ્રવાહ ૬રા જનને વિરતારવાળો અને ૧ જન ઉંડાઈવાળો જાણો. ૨૨૧-૨૨૨-૨૨૩.
આ પ્રમાણે ગંગા મહાનદીનું સ્વરૂપ કહ્યું. હવે સિવુ આદિ મહાનદીનું સ્વરૂપ કહેવું જોઈએ. ત્યાં મેરુ પર્વતથી દક્ષિણ દિશા તરફની નદીઓને દ્રહમાંથી નીકળતા જે વિસ્તાર છે તેના બે કરણ જણાવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org