________________
૩૦૦
બહત ક્ષેત્ર સમાસ અર્થ-કુંડની લંબાઇ-પહોળાઈ સાઈઠ યોજન છે. પરિધિ એકસોનેવું ભેજનમાં કંઇક ઓછી અને ઉંડાઈ દશ જનની છે.
કુંડના મધ્ય ભાગમાં પાણીથી બે ગાઉ ઉચે, આઠ યજનના વિસ્તારવાળો મનહર ગંગાદ્વીપ છે. વાય તે દ્વિીપની પરિધિ પચીસ એજનથી અધિક છે. તેના મધ્ય ભાગમાં શ્રીદેવીના સરખુ ગંગાદેવીનું ભવન છે.
વિવેચન-હિમવંત પર્વત ઉપરથી ગંગા મહાનદી જે ગંગાપ્રપાત નામના કુંડમાં પડે છે તે ગંગાપ્રપાત કુંડ–લાંબા-પહોળો-ગોળાકારે ૬૦ યોજનાના વિસ્તાર વાળો છે અને તેની પરિધિ કંઈક ન્યૂન ૧૯૦ જનની છે. જયારે કુંડની ઉંડાઈ ૧૦ જનની છે.
આ ગંગાપ્રપાત કુંડના મધ્ય ભાગમાં વજામય રત્નનો ગંગા નામનો મનહર દ્વીપ છે તે પાણીની સપાટીથી ૨ ગાઉ ઉંચે, ૮ યોજનાના વિસ્તારવાળો ગોળાકારે છે. તેની પરિધિ ૨૫ જનથી અધિક છે.
આ દ્વીપના મધ્ય ભાગમાં શ્રીદેવીના ભવન સરખુ એટલે ૧ ગાઉ લાંબુ, બે ગાઉ પહોળું ૧૪૪૦ ધનુષ ઉંચું અને ત્રણ દ્વારવાળું ગંગાદેવીનું ભવન આવેલું છે. તેના મધ્ય ભાગમાં ગંગાદેવીની શય્યા રહેલી છે. ભવનનું બધું વર્ણન શ્રીદેવીના ભવન જેવું જાણવું. ૨૧૮-૨૧૯-૨૨૦ -
હવે ગંગાનદીનું સ્વરૂપ કહે છે. गंगापवायकुंडा निग्गंतू दाहिणिल्लदारेण। चोइससहस्ससहिया सलिलाणं उयहिमवगाढा॥२२१॥ छज्जोयणे सकोसे,पवहे गंगानईए वित्थारो। कोसद्धं ओगाहो, कमसो परिवट्टमाणीओ॥२२२॥ मुहमूलेविच्छिन्ना,बासहिजोयणाणिअद्धं च। उव्वेहेण सकोसं, जोयणमगंमुणेयव्वं ॥२२३॥ છાયા–ાપાતpera નિત્ય નિદ્રાના
चतुर्दशभिः सहखैः सहिता सलिलानां उदधिमवगाढा ॥२२१॥
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org