________________
શ્રી સમરાદિત્ય ૦ યશોધર મુનિ ચરિત્ર રાજા વિચારે છે, “મહામહને મારા પર પ્રભાવ કે ઉઘાડે દીવા જે દેખાય છે. જો એ ન હેત તે મારા જિનની જ શરણુંગતિ મેં લીધી હેત; જીવન મંગળમય ચારિત્રધર્મને જ સેગ્યું હેત ! પાપી મહામેહથી : કેહિનુર છેડી કાચના ટુકડાને વળગી બેઠો છું?
જે મહામહને પ્રભાવ ન હોત તો રેજ ને રેજ લોક આ દિવસ અને રાત્રિ રૂપી ટુકડા આયુષ્યમાંથી પડી જતા કેમ ન જુએ? જાણે કવરૂપી કૂવામાં આયુષ્યરૂપી પાણું છે, અને એના માથે ચંદ્ર અને સૂર્ય રૂપી બળદ કાળનું અરઘટ ફેરવી રહ્યા છે. એ દિવસ અને રાત્રિરૂપી ઘડીઓ વડે આયુષ્યનું પાણી ખાલી કર્યું જ જાય છે, કયે જ જાય છે! આયુષ્યમાંથી ઓછું થઈ થઈને જ્યારે તદન ક્ષીણ બની જાય છે, ત્યારે લીલુછમ રહેતું શરીરરૂપી વૃક્ષ સુકાઈ જાય છે. આયુષ્યનું પાણી મળતું હતું ત્યાં સુધી તે શરીર પર અંગેપગનાં હલનચલન ઇન્દ્રિયની પ્રવૃત્તિ, અંદર હૃદય, લોહી, નાડીઓ, વાયુ તથા મન આદિનું સંચાલન, વગેરે ફળે નીપજતાં હતાં. પરંતુ આયુષ્યનાં સિંચન બંધ થઈ ગયાં પછી તે શરીરની સુવર્ણ એવી થઈ જાય, કે હવે એના પર પેલા ફળમાંનું કાંઈ બેસવા પામતું નથી. મુખ્ય આયુષ્યરૂપી પાણી જ ખલાસ પછી તે કઈ ઉપાય શરીરને ઊભું રાખવા, ને એમાં ઇન્દ્રિયો વગેરેનું કાર્ય નિપજાવવા ઉભે નથી રહેત, બગીચામાં પાણું જ બંધ થઈ ગયું, અને ઝાડ સૂકાંબંઠ થઈ ગયાં, પછી એને લીલાછમ કરવા શે ઉપાય? ત્યાં તે હજી છેડા લીલાં હોય તે બીજું પાણુ ય મળી આવે અને ફેર તાજ માજા થાય, પરંતુ અહીં તે આયુષ્ય એક વાર પતી ગયું તે પતી ગયું, અને હવે શરીરને સૂબં થયે છુટકે. નવા આયુષ્યનું પાણી જૂના શરીરને કામ લાગતું નથી.
ગમે તેવી આજની વિકસેલી ડાકટરી વિદ્યા પણ અહીં હાથ જોડે છે. અરે! મર્યા પછી તો શું, પરંતુ જીવતા જીવે પણ મહા ટી.બી., કે કેન્સર જેવા દરદમાં કહી દે છે, કે “અમારી પાસે એને ઉપાય નથી, કુદરતના આધારે હવે તે રહેવાનું.” એટલે? એ જિવાડે એટલું જીવવાનું. ડાક્ટરે શું, પણ મેટો ધવંતરિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org