________________
૩૪૨
શ્રી સમરાદિત્ય • યશોધર મુનિ ચરિત્ર તપસ્યાવાળ, ઉપવાસ, સમ્યકત્વ-દેશવિરતિ અને સર્વવિરતિસુંદર વ્રત અને આચારવાળો ! ત્યારે દુનિયાને કેવા ધર્મ મળ્યા છે? ઉપવાસ અને ફળાહાર! પરણવું-પુત્ર પેદા કરવો એ ધર્મ ! ગંગામાં ઝીવવું એ ધમ! વિષયોની ઉજણના પર્વની ઉજવણું એ ધર્મ ! અહીં તો એ વાત છે કે જીવનમાં એક પણ પાપ હોય તો મેક્ષ મળે નહિ. સાધુજીવન ઉપર આવવા માટે શ્રાવક પ્રયત્ન કરે ! શા માટે કરે? સર્વ પાપથી વિરત થવા માટે! સાધુધર્મ એવો કે ચકવતીને પણ દેશના આપે છે, ને તેમને કંઈ લેવું નથી.
દેધિદેવને ઇન્દ્રો ભગત છે છતાં તેને સંયમ-તપનાં કષ્ટ ખપે છે! ઘેર પરિસહ ખપે છે? કેમકે આત્માને પરમાત્મા બનાવવાનો છે. ગુરુ એટલે મહાજ્ઞાની, સંયમી, પરઉપારી અને મહાત્યાગી. એમને જેનાર ભગત ન હૈય, જૈન ધર્મ ન હોય, છતાં હાથ જોડે અને કહે કે-આવા મારા દેવ પણ નથી ! સ્ત્રીને અડવું નહિ! તેના ઉઠેલા સ્થાને બેસવાનું નહિ.”
ધમ કેવો મળ્યો છે? તો કે રંગરાગને નહિ પણ વિરાગવિરતિને, ભેગને નહિ પણ ત્યાગને, અજ્ઞાનીનો નહિ, પણ અન‘ત જ્ઞાનીને, એકાંતવાદીને નહિ પણ અનેકાંતવાદીને ! એકલા જ્ઞાન કે એકલી ક્રિયાને નહિ પણ જ્ઞાનકિયા ઉભયને ! સામાન્ય નહિ પણ વિશિષ્ટ કોટિના તત્ત્વ-ગ-ધ્યાન-સંયમાદિને! રૂમમાં સૂક્ષ્મ કેઈકની અહિંસા અહીં છે. જગતમાં અહિંસાની વાત કરનારા તે છે, પણ કહેવાની. આજે બૌદ્ધની અહિંસા છે પણ કેવી? દરિયા કાંઠે ઊભું રહેવાનુ, માછીમાર માછલ કાઢી આવે તે લઈ લેવાના. ત્યારે જન ધર્મની. અહિંસા દરિયા કિનારે જરા લીલ આવી તે ત્યાં જવાનું પણ નહિ. પાપડ પર ફૂગ આવી છે તે તેને ય અભયદાન દેવાનું ! કમમાં કામ પાંચ તિથિ તપસ્યા. સુખી માણસે પણ આયંબિલ કરે. ત્યાગ અને તપસ્યામાં પૂછવાનું શું? શ્રી મહાવીર ભગવાને નંદન રાજષિના ભવે લાખ વરસ સુધી માસખમણ કર્યા હતાં ! બીજી વાત નહિ, ત્યાગની જ વાત !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org