________________
૨ ૭૪
શ્રી સમરાદિત્ય ,
ધરમુનિ ચરિત્ર
ભવના પટાની ભયાનકતા
સુરેન્દ્રદત્તને હવે હિંચ મોરને અવતાર એટલે પુણ્ય કરવા માટે નાલાયક અને પાપ આચરવા તૈયાર એવું જીવન ! ધમ દુલભ અને પાપ સુલભ ! આ મેર સહેજે સહેજે જીવતાં જીવડાં ખાઈ જાય છે ! એક તો આવી તિયચ-કાયા પૂર્વનાં પાપે આવી, પણ ઉપરથી હવે એ પાપકાયા દ્વારા પણ પાપને, સંચય કરવાને ! મનુષ્ય હતો ત્યારે જીવડાં ખાવાં શું, ઉપર પગ ન મૂકવાની કાળજી, પણ બસ હવે પાપકાયા મળી એ કહે છે, “હવે જીવડાં ખા.” એવા ભવમાત્રથી પાપ લલાટે લખાય છે !
ધર્મકાયાનું મૂલ્યાંકન એક જીવન જીવને ક્યાં લઈ જઈ પટકે છે? તિયચની પાપકાયાના હિસાબે આ માનવભવની કાયા તે ધર્મ કાયા છે. એનાં મૂલ્યાંકન કરે. જ્યાં સુધી એ હાથમાં છે ત્યાં સુધી, જે બીજે દુર્લભ છે, જે અહીં જ સુલભ છે, અને જે ગતિને તાળાં લગાવી સુગતિ નક્કી કરી આપે છે. એ શુભ ભાવનાઓ, સદુગુણે, પરમાત્મભક્તિ, સાધુસમાગમ અને દાનાદિ ધર્મ જીવનખૂબ ભરી દો. કેડ કરો કે વીતરાગનું શાસન મળ્યું છે તે એની એવી એકતાન આરાધના કરી લઉં કે હલકે ભવ હવે મારે આવે જ શાને? આતદાન નથી તે તિર્યંચના અવતાર શાના? વીતરાગનું શાસન મહાનિધાન, સર્વ સંરક્ષણ, સર્વોદય
એક માત્ર વીતરાગનું શાસન જ તારણહાર છે, એની જોરદા૨ માયા લગાડું, એમાં મહાનિધાન દખું, એમાં જ સવ સંરક્ષણ અને સર્વ-ઉદય દેખું. મહાનિધાન એવું કે હીરા માણેકની તિજોરી એની આગળ ફૂલ લાગે, તુછ ભાસે, સર્વસંરક્ષણ એવું કે સંસારની સર્વ આપત્તિ, સર્વ કલેશ, સર્વ વિટંબણમાં એક માત્ર એ જ રક્ષણ અને શરણભૂત દેખાય! સવ-ઉદય એ કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org