________________
૨૧૪
શ્રી સમરાદિત્ય , યશોધર મુનિ ચરિત્ર જાણે દૃષ્ટિ સામે અનંતા અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ભગવતે છે, અને એમને નમસ્કાર કરતા જઈએ છીએ ને નવકાર સ્મરતા જઈએ છીએ. બેમાંથી એક રીતે મનમાં રટણ ચાલે,
(૧૩) એમ, માનસિક ધર્મસાધના માટે પાંચ પરમેષ્ઠીનું વિવિધ રૂપમાં માનસિક દર્શન કરે જવાનું. દા. ત. મન સામે દેખાય કે અરિહંત પ્રભુ સમવસરણ પર બિરાજ્યા છે, બાર પર્ષદા બેસી ગઈ છે, પ્રભુને ઈન્દ્ર ચામર વી જે છે ! ભામંડલ છત્ર, અશોકવૃક્ષ અને સિંહાસન ચચકી રહ્યાં છે! ઝરમર ઝરમર પુષ્પવૃષ્યિ થઈ રહી છે ! દિવ્ય દવનિ (બંસરીના સુર ) રેલાઈ રહ્યા છે, ને દુંદુભિ બજી રહી છે. અથવા સુવર્ણ કમળ પર પગલાં માંડતાં પ્રભુ વિહાર કરી રહ્યા છે ! પાછળ ગણુધરાદિ મુનિએ, જઘન્યથી કે દેતાઓ વગેરેને પરિવાર ચાલી રહ્યો છે ! અરિહંતના આવા બીજા પણ રૂપક વિચારાય. એમ આચાર્ય, ઉપાધ્યાય, સાધુના અને કાનેક રૂપક વિચારય.
માનસિક ધર્મસાધનામાં તો આવાં કઈ ચિંતન, ભાવના, મરણ, દયાન, અરિહંતાદિના સુકૃતનાં અનુદાન વગેરે કરી શકાય છે. તમે કહેશે આ બધું એક સાથે કેવી રીતે મનમાં લાવી શકાય? પરંતુ બધું સાથે લાવવાની વાત નથી. આ બધુ તે તમે ધ્યાનમાં રાખી લો એટલા માટે કહ્યું છે. પછી તો અવસરે અવસરે એમાંથી જે મુદ્દો કુરે તે મુદ્દા પર મન લગાડવાનું છે. એમ બધાય જાગ્રત અવસ્થાને સમય અશુભ વિચારો વિક, કષાયે કે ફાસ કુસિયા વિચારે ટાળી કઈને કઈ માનસિક ધર્મ સાધના ચાલુ રાખવાની છે, અને તે રાખી શકાય છે. સારૂં જીવવા મથે -
તે અહીં તે જીવીએ છીએ તે શા માટે જીવવાનું? તે કે ધર્મસાધના માટે જીવવાનું છે. મનને એમ રહે કે “હું શા માટે જીવી રહ્યો છું? એટલા જ માટે કે ધર્મ સાધતો રહું નહિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org