________________
હસ્તપ્રતોને આધારે પાઠસંપાદન તારવી શકાતી સાંસ્કૃતિક માહિતીને કારણે. કાલિદાસના “શાકુન્તલ' નો ઉપયોગ જેમ એ પ્રાચીન નાટ્યકૃતિ હોવાને લીધે છે, તેમ સંસ્કૃત ભાષાના એક નમૂના લેખે પણ છે અને તેમાં પ્રતિબિંબિત થતા તત્કાલીન સમાજજીવનની દૃષ્ટિએ પણ છે. એ જ રીતે કોઈ પણ પ્રાચીન સાહિત્યકૃતિનું સમજવું.
સહેજે પ્રશ્ન થશે કે આ સાહિત્યસંશોધનનું વાસ્તવિક સ્વરૂપ કેવું છે ને તેનાં સાધનસામ્રગી શાં છે? આનો ઉત્તર જાણવા માટે પહેલાં પ્રાચીન સમયમાં પુસ્તકો કે પ્રકાશિત થતાં અને કેમ જળવાતાં એ થોડુંક સમજી લેવું આવશ્યક છે.
ઘડીભર એવું માની લો કે તમે ગુપ્તયુગ કે મૈત્રકયુગ કે સોલંકીયુગમાં છો, તે ઉપરાંત એક કવિ છો. તમે એક નવું કાવ્ય રચ્યું, ને તે લખી લીધું, અથવા તો બીજા પાસે લખાવી લીધું. શેના ઉપર એ લખું? કાગળ ઉપર? ઉત્તર “હા” અને “ના” બને છે. તમે સોલંકીયુગ પહેલાંના હો તો તમારી પાસે કાગળ નહીં પણ તાડપત્ર હોય. હવે તમારું કાવ્ય તાડપત્ર કે કાગળ ઉપર ઉતાર્યું તો ખરું, પણ તે પ્રસિદ્ધ કઈ રીતે કરી શકશો ? ત્યારે છપાવવાનો તો કોઈ પ્રશ્ન જ ન હતો, કેમ કે મુદ્રણકળા આપણે ત્યાં આવી પશ્ચિમના સંપર્ક પછી. એ પહેલાં પુસ્તકલેખન હાથે જ થતું. તે એક હસ્તઉદ્યોગ જ હતું. એટલે તમે તમારા કાવ્યનો પ્રથમ લેખ લહિયાને આપશો. લહિયો તેના ઉપરથી જોઈએ તેટલી નકલો તૈયાર કરશે અને એ નકલો યોગ્ય વિદ્વાનોને તથા પુસ્તકભંડારોમાં મોકલાશે. પુસ્તકપ્રકાશનની પ્રાચીન રીત આવી હતી. હવે સમય જતાં અને વારંવારના ઉપયોગને કારણે આવી હસ્તલિખિત પ્રતો ફાટવા આવે કે લખાણના અક્ષરો ઘસાવા લાગે એટલે કે નકલ ઉપરથી વળી નવી પ્રતો તૈયાર થાય; એ નષ્ટ થતાં વળી નવી પ્રતો તૈયાર થાય ને એમ પરંપરાએ નકલ થઈને છેવટે કેટલીક નકલો આપણા સમય સુધી ઊતરી આવે.
આમાં નકલ કરનાર લહિયો પૂરો સાવધાન હોય, અજ્ઞાની હોય કે દોઢડાહ્યો હોય, મૂળના અક્ષર કે લખાણ સંભ્રમ કરાવે તેવા હોય, કોઈ વાચકે શુદ્ધિવૃદ્ધિ કરી હોય-આવાં આવાં કારણે જેમ જેમ ઉત્તરોત્તર નકલો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org