________________
સાહિત્ય-સંશોધન
હસ્તલિખિત પ્રતો
સંશોધન કે શોધખોળની વાત થાય ત્યારે પહેલવહેલો તો આપણા મનમાં સામાન્ય રીતે વિજ્ઞાનનો અથવા તો ભૂતકાળનો ખ્યાલ આવે. ભૂતકાળને લગતી-પ્રાચીન ઇતિહાસને લગતી અજ્ઞાત હકીકતોને, તપાસતલાશ કરીને પ્રકાશમાં લાવવી એ સંશોધકોનું કામ.
આ સાધારણ ખ્યાલ ખોટો પણ નથી. અત્યારે આપણી પાસે ઇતિહાસનો જે આદર્શ, જે ભાવના છે, તેવાં પહેલાં ન હતાં. એટલે પ્રાચીન લોકોમાંથી બહુ જ ઓછાએ ઇતિહાસ લખ્યો છે. અથવા તો તેમના એ પ્રકારના લખાણમાંથી બહુ જ થોડાને આપણા અર્થમાં ઇતિહાસ કહી શકાય તેમ છે ઇતિહાસ એટલે અમુક લોકોના, અમુક પ્રજાના અતીત જીવનનાં બધાંયે પાસાંઓનો કડીબદ્ધ વૃત્તાંત - આજ સુધીની તેમની સમગ્ર સંસ્કૃતિનો વૃત્તાંત. તેમાં સાહિત્ય, કલા, વિજ્ઞાન, તત્ત્વજ્ઞાન, ધર્મ, નીતિ, સમાજ, અર્થતંત્ર, રાજ્યતંત્ર વગેરે અંગો આવી જાય. આ રીતે જોતાં સાહિત્યનું સંશોધન એ ઐતિહાસિક સંશોધનનો જ એક ભાગ થયું.
ઐતિહાસિક સાધનસામગ્રીના બે પ્રકાર છે : ભૌતિક અવશેષો અને લેખો. લેખોમાં શિલા, મુદ્રા વગેરે ઉપરના અભિલેખોનો, પત્રોનો અને પુસ્તકાદિ સાહિત્યનો સમાવેશ થાય છે. આમાં પ્રાચીન સાહિત્ય ઇતિહાસ માટે ત્રણ રીતે ઉપયોગી છે. સાહિત્યલેખે, તેની ભાષાને કારણે અને તેમાંથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org