________________
પ્રસ્તાવના પ્રો. હરિવલ્લભ ભાયાણી લિખિત હસ્તપ્રતોને આધારે પાઠસંપાદન પુસ્તિકા સને ૧૯૮૭માં પ્રાકૃત વિદ્યામંડળ દ્વારા પ્રકાશિત થઈ હતી. આ પુસ્તિકામાં હસ્તપ્રતોનું સંપાદન કરવાની સરળ પદ્ધતિ સમજાવવામાં આવી છે. હસ્તપ્રત વિદ્યાના ક્ષેત્રે કામ કરનાર પ્રત્યેક જિજ્ઞાસુને માર્ગદર્શક થઈ શકે તેવી આ માર્ગદર્શિકા છે. છેલ્લાં કેટલાંક સમયથી આ પુસ્તિકા અપ્રાપ્ય હતી. તેને પુનઃ પ્રકાશિત કરવા માટે ભાયાણી સાહેબના સુપુત્ર અને સાહિત્યરસિક શ્રી ઉત્પલ ભાયાણીએ પરવાનગી આપી તે માટે સંસ્થા તેમનો ખૂબ ખૂબ આભાર માને છે. આશા છે કે જિજ્ઞાસુઓને આ ગ્રંથ ઉપયોગી થશે.
અમદાવાદ - ૨૦૦૭
જિતેન્દ્ર શાહ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org