________________
“સદેવંત સાવળિગા'
- ૨૭
સામગ્રીનો પાયો સંપાદિત પાઠ જ છે. આથી સંપાદન-પદ્ધતિની અવગણના સંપાદિત પાઠની પ્રમાણિકતાને સારી રીતે મર્યાદિત બનાવે છે.
સદયવલ્સ'ની જુદી જુદી પ્રતોમાં કુલ કડી સંખ્યા જુદી જુદી છે: સૌથી જૂની પ્રતમાં ૬૭૨ કડી છે, તો બીજી એક પ્રતમાં ૬૮૯. બધી પ્રતોમાં મળતી સમાન કડીઓ અને અલગ અલગ પ્રતોમાં મળતી વધારાની કડીઓ મળીને કુલ ૭૩) થાય છે. દેખીતાં જ આમાં મૂલની કેટલી અને પાછળથી ઉમેરાયેલી –પ્રક્ષિપ્ત-કેટલી એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. પણ તે પ્રશ્નને હાથ અડાડ્યા વિના સંપાદકે સીધેસીધું ૭૩૦ કડીઓને સંપાદિત પાઠમાં સ્થાન આપી દીધું છે. !
ઉપયોગમાં લીધેલી ત્રણ પ્રતોમાંથી એક સંવત ૧૪૮૮ની, બીજી ૧૫૯૦ ની અને ત્રીજી ૧૬૬૧ની છે. આમ તેમની વચ્ચેનો ગાળો ૧૭૩ વરસનો છે. આ ગાળામાં ભાષાના સ્વરૂપમાં ઠીકઠીક પરિવર્તન થયેલાં છે, એટલે આ પ્રતોને આધારે ચયનપદ્ધતિએ તૈયાર કરાયેલા પાઠમાં ભેળસેળિયા ભાષા પરિણમે એ વસ્તુ પણ લક્ષ બહાર રહી લાગે છે. છંદ
ભાષાભૂમિકાની જેવું જ, પણ કેટલીક વાર તો વિશેષ ઉપયોગી એવું પાઠનિર્ણયનું બીજું સાધન છે છંદ. મધ્યકાલીન કૃતિના સંપાદક માટે સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને મધ્યકાલીન છંદોનું જ્ઞાન હોવું સદંતર અનિવાર્ય છે. પાછળથી દેશી ઢાળોનો વિશેષ પ્રચાર થતાં આધારભૂત માત્રાબંધની શિથિલતા નિર્વાહ્ય બની છે ખરી, પણ ચૌદમીથી સોળમી શતાબ્દી સુધીની કૃતિઓમાં ઘણું ખરું છંદ દઢપણે જાળવી રાખવાનું વલણ છે. મજમુદારે સમગ્રપણે તેમ જ વિશિષ્ટરૂપે પાઠ-પસંદગી માટે છંદનો આધાર લીધો હોવાનાં કોઈ ચિહ્ન વરતાતાં નથી, જોકે આપણે ત્યાં છંદને નેવે ચડાવી દઈને મધ્યકાલીન કૃતિ સંપાદિત કરવાનું અનિષ્ટ પ્રથારૂપ બની ગયું છે. અને આપણે ત્યાં જ શા માટે ? – “કીર્તિલતા', (વાસુદેવશરણ અગ્રવાલ), “ચંદાયન' (વિશ્વનાથ પ્રસાદ), “વીસલદેવ રાસો” (માતાપ્રસાદ ગુપ્ત), “સંદેશરાસક' (હજારીપ્રસાદ દ્વિવેદી) વગેરેનાં સંપાદનો જુઓને –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org