SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ હસ્તપ્રતોને આધારે પાસંપાદન પરિચય કરાવેલો. ૧૯૧૫ની પાંચમી ગુજરાતી સાહિત્ય પરિષદ (સૂરત)માં વાંચેલ “પાટણના ભંડારો અને ખાસ કરીને તેમાં રહેલું અપભ્રંશ તથા પ્રાચીન ગુજરાતી સાહિત્ય' એ નિબંધમાં તેમણે ભીમની રચનાની સંવત ૧૪૮૮ વાળી પ્રતને આધારે માહિતી આપી હતી. એ પછી ૧૯૧૬માં વસંત' (સંવત ૧૯૭૨, ચૈત્ર)માં સદેવંત-સાવલિંગાની જૈન કથાનો હર્ષવર્ધનની સંસ્કૃત કૃતિને આધારે તેમણે સાર આપેલો ( આ લેખ મુનિ જિન-વિજયજીએ “જૈન સાહિત્ય સંશોધક', ૧,૩માં પુનઃપ્રકાશિત કરેલો). એ પછી પિસ્તાળીસ વરસે એ અનેક દૃષ્ટિએ મહત્ત્વની મધ્યકાલીન કૃતિનો મૂળ પાઠ લભ્ય બને છે એ ઓછા હર્ષની વાત નથી. સંપાદનપદ્ધતિ પ્રથમ સંપાદિત પાઠ વિશે. આમ તો સંપાદકે પાઠ તૈયાર કરવામાં ચીવટથી મૂળ પ્રતોનો આધાર લીધો જણાય છે. તેમણે ઉપયોગમાં લીધેલી ત્રણ પ્રતોમાંથી ઠીકઠીક પાઠાંતરો નોંધ્યો છે. પણ આશ્ચર્યની વાત એ છે કે પ્રતો વિશે તેમણે નજીવી જ માહિતી આપી છે. અને સંપાદનપદ્ધતિ વિશે તો જરા પણ નહીં ! ત્રણે પ્રતોની માત્ર પુસ્તિકા અને પ્રાપ્તિસ્થાન (તે પણ કાવ્યપાઠને અંતે) આપેલાં છે, અને વિશેષમાં સૌથી પ્રાચીન પ્રતના આરંભના તથા અંતના પૃષ્ઠની છબી. બસ. પણ એ પ્રતોની લિપિગત કે લેખનગત વિશિષ્ટતાઓ, તેમની પાઠપરંપરાનું મૂલ્ય, ત્રણેની તુલના અને આંતરસંબંધ - આ બધા વિશે સંપાદકે તદન મૌન સેવ્યું છે. પ્રતોના વિભિન્ન પાઠપ્રમાણ અને પાઠભેદમાંથી ઊઠતા પ્રશ્નોનો સ્પર્શ સરખો પણ નથી કરવામાં આવ્યો. ઉપયોગમાં લીધેલી એક પ્રતના આદ્ય અને અંતિમ પૃષ્ઠની છબી આપી છે, પણ “સદયવત્સ”ની બીજી હસ્તપ્રત-સામગ્રીનો કશો ઉલ્લેખ નથી. ઉપરાંત વધારે ગંભીર ક્ષતિ તો એ ગણાય કે સંપાદન-પદ્ધતિ વિશે સંપાદકે એક અક્ષર કહ્યો નથી. તેમનાં પાઠપસંદગીનાં ધોરણ, પાઠાંતરોની યોગ્યાયોગ્યતાની ચર્ચા કે કૂટસ્થાનોની વિચારણા એ વિશે આપણે સાવ અજાણ છીએ. પંદરમી શતાબ્દી જેટલી પ્રાચીન કૃતિનું ભાષા, છંદ, સ્વરૂપ, ઇતિહાસ આદિ દૃષ્ટિએ પણ ઉઘાડું મૂલ્ય છે, અને એ બધાને લગતી યથાર્થ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005478
Book TitleHastpratone Adhare Path Sampadan
Original Sutra AuthorN/A
AuthorH C Bhayani
PublisherL D Indology Ahmedabad
Publication Year2007
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy