________________
કેટલાંક સંપાદનોની સમીક્ષા
અનુભવબિંદુ અખાની “અનુભવબિંદુ' નામક લઘુરચનાના આ નૂતન* સંપાદનમાં પાઠ તૈયાર કરવા માટે કેટલીક નવી હસ્તપ્રતસામગ્રી પણ ઉપયોગમાં લેવાઈ છે. “ચાળીસ છપ્પા” - કથિત અનુભવનું સ્વરૂપ “પ્રાસ્તાવિકમાં સ્ફટ કરાયું છે. “સ્પષ્ટીકરણ' નામ નીચે છપ્પાવાર અર્થઘટન (સહેજસાજ વિસ્તરણ સાથે) અપાયું છે અને અર્થચર્ચા અને વિવેચન કરતું ટિપ્પણ પણ છે. શ્રમપૂર્વક તૈયાર કરેલું આ સંપાદન વિદ્યાર્થીઓને ઘણું ઉપયોગી નીવડવા ઉપરાંત, “અનુભવબિંદુને સમજવાની તથા તેની સાથે સંકળાયેલા કેટલાક પ્રશ્નોને ઉકેલવાની દિશામાં આપણને બે પગલાં આગળ લઈ જાય છે. વ્યવસ્થિત પાઠસંપાદન ( અને અધ્યયન)ની દૃષ્ટિએ મહત્ત્વના મધ્યકાલીન કવિઓમાં અખો સારો સદ્ભાગી ગણાય. ઉમાશંકર જોશી તરફથી “અખાના છપ્પા'નો તથા રમણલાલ જોશીના સહયોગમાં “અખેગીતા'નો સુસંપાદિત પાઠ આપણને મળ્યો છે. ભૂપેન્દ્ર ત્રિવેદીનું અખેગીતા'નું તથા તેમના સહયોગમાં અનસૂયા ત્રિવેદીનું પ્રસ્તુત સંપાદન એ જ દિશાના પ્રયાસ છે.
ઐતિહાસિક દૃષ્ટિ બાજુ પર રાખતાં, મધ્યકાલીન સાહિત્યકૃતિના
ચાળીસ છપ્પા'અપરનામ “અનુભવબિંદુ’ (અખાકૃત). સંપા. અનસૂયા ત્રિવેદી અને ભૂપેન્દ્ર ત્રિવેદી (ફાર્બસ ગુજરાતી સભા, ૧૯૬૪).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org